શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 21 ફેબ્રુઆરીએ રામમંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મુકાશે. આ કામ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવા માટેની પણ તૈયારી દર્શાવી છે.
પ્રયાગરાજમાં ધર્મસંસદનું નેતૃત્વ કરી રહેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે, અમે પ્રથમ તબક્કામાં હિન્દુઓની મનોકામનાની પૂર્તિ માટે 21 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રથમ ઇંટ મુકવાનું નક્કી કર્યું છે. વસંત પંચમી બાદ અમે પ્રયાગથી અયોધ્યા પ્રસ્થાન કરીશું. આ માટે અમારે ગોળી ખાવી પડે તો તે માટે પણ તૈયાર છીએ.
સ્વામીએ કહ્યું કે, અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. ચાર શિલાઓને ઉઠાવવા માટે ચાર લોકો જોઈએ. ચાર લોકો ચાલે તો કોઈ કાયદો નહી તૂટે. જે રીતે અંગ્રેજના નમક કાયદાને તોડવા માટે દાંડી માર્ચ કરવામાં આવી હતી, ઠીક તેમ જ શંકરાચાર્યએ રસ્તો બતાવ્યો છે. તેમના નેતૃત્વમાં ચાર લોકો રામ મંદિરનું નિર્માણ કરવા માટે ઘરેથી નીકળશે. અમે ભગવાન રામ માટે માર સહીશું, કારણ કે તે ભગવાનનો પ્રસાદ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -