UKએ પૂછ્યું માલ્યાને કઈ જેલમાં રાખશો ? મોદીએ આપ્યો આવો જવાબ, જાણો વિગત
સોમવારે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રાલયની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે તેમને વિજય માલ્યાને ભારત લાવવા અંગે સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતા સુષ્માએ કહ્યું કે ભારત વતી કાનૂની લડાઈ ચાલુ છે. અમે બ્રિટનને ભલામણ મોકલી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિજય માલ્યાએ બ્રિટનની કોર્ટમાં ભારતની જેલો પર કરેલી ટિપ્પણી પર સોમવારે સુષ્મા સ્વરાજે નિવેદન આપ્યું હતું. સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, આ એજ જેલો છે જ્યાં તમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ જેવા નેતાઓને કેદ રાખ્યા હતા. તેથી તેના પર સવાલ ન ઉઠાવો.
સુષ્માએ કહ્યું કે કોમનવેલ્થ દેશોની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને બ્રિટનના પીએમ થેરેસા મે વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ યુકેની કોર્ટ દ્વારો ભારતીય જેલો પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. યુકેની કોર્ટે કહ્યું હતું કે અમે પહેલા ભારતીયોની જેલોની તપાસ કરીશું. વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, આ એજ જેલો છે જ્યાં તમે ગાંધી-નેહરુ જેવા નેતાને બંધ રાખ્યા હતા. તેથી તેના પર સવાલ ન ઉઠાવો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -