ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી કયા મહિનામાં થવાના આપ્યા સંકેત? તમામ રાજ્યોને શું આપ્યા આદેશ? જાણો વિગત
મોદી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આગામી માર્ચ-એપ્રિલમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. સત્તા ટકાવી રાખવા ભાજપ માટે તો સત્તા મેળવવા માટે કોંગ્રેસ છાવણીમાં એડીથી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી સમયસર યોજાશે કે વહેલા યોજાશે એ અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ દ્વારા વહેલી ચૂંટણી યોજવા અંગે વધુ એક સંકેત આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચ દ્વારા આ મામલે તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. જો રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાની હોય તો એ તમામ કાર્યવાહી 28 ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરી દેવી અને તમામ વિગતો ચૂંટણી પંચને મોકલી આપવી.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત માર્ચમાં થવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને પત્ર લખીને આદેશ આપ્યા છે કે જો કોઈ ઉચ્ચ અધિકારીની બદલી કરવાની હોય તો 28 ફેબ્રુઆરી પહેલા બદલી કરી દેવાના આદેશ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -