વધુ એક અર્થશાસ્ત્રીએ છોડ્યો સરકારનો સાથ, સુરજીત ભલ્લાએ PMEACમાંથી આપ્યું રાજીનામું
જણાવીએ કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરે જ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે સુરજીત ભલ્લાના રાજીનામાના અહેવાલ આવ્યા છે. પહેલા જ કહેવાતું હતું કે સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણને કારણે રાજીનામું આપશે પરંતુ ત્યારે કોઈ રીતે એવું ન થયું અને આ મુદ્દે સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઉટ ટ્વિટર પર લખ્યું, પીએમઈસીના પાર્ટ સભ્યપદ પરથી મેં 1 ડિસેમ્બરે રાજીનામું આપ્યું છે. આ સમિતિમાં નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અધ્યક્ષ હતા. અર્થશાસ્ત્રી રથિન રોય, અશિમા ગોયલ અને શામિકા રવિ આ સમિતિના અન્ય સભ્ય છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આર્થિક મોર્ચે વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનું રાજીનામું પહેલા જ આવી ગયું હતું પરંતુ તેની જાણકારી હવે સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -