ગુજરાતના સટ્ટા બેટિંગ કાંડમાં કયા ટોચના અધિકારીની કરોડોની મિલકત થઈ જપ્ત, જાણો વિગત
બુકઓના કેસમાં તરફેણ કરવા માટે પંટરો અને અન્ય બુકીઓ ઇડીના અધિકારી સાથે મળીને 4 કરોડ લીધા હતા જેમાં અનિલ નવકાર અને દિનેશ ભાભરના નામો પણ સામેલ છે તેમ છતાં બંને સામે હજુ ઇડીની તપાસ ચાલી રહી છે. બુકીઓએ પંટરો મારફત જે રકમો લીધી હતી તે મુંબઈ અને લખનૌમાં હવાલાથી મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીબીઆઈ ચાર્જસીટ દાખલ કર્યા બાદ ઇડીએ તપાસ શરૂ કરી હતી. ઇડીએ બીમલ અગ્રવાલ અને ઇડીના પૂર્વ અધિકારી સંજયકુમારની 1.90 કરોડની મિલકત ટાંચમાં લીધી છે. જેમાં બિમલ અગ્રવાલની રૂપિયા 96.75 લાખ અને સંજયકુમારની રૂપિયા 93.96 લાખની મિલકત પર ટાંચ લગાવી છે.
સીબીઆઈએ તપાસ કરીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને લખનૌના બુકીઓની ધરપકડ કરીને સીબીઆઈ કોર્ટમાં બુકીઓ સોનુ જાલન, ધ્રુવકુમાર સીંગ, ચંદ્રેશ પટેલ, બીમલ અગ્રવાલ તથા અન્ય બે સામે ચાર્જસીટ દાખલ કરી છે.
અમદાવાદ ઇડીએ ક્રિકેટ સટ્ટાબેટિંગનો ગુનો દાખલ કરીને દેશના મોટા ગજાના બુકીઓની ધરપકડ કરીને 50 હજાર કરોડનું હવાલા રેકેટ પકડી પાડ્યું હતું. જોકે ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર જે.પી.સીંગ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજયકુમાર સામે બુકીઓ અને પંટરો પાસેથી કેસમાં તરફેણ કરવા લાંચ લેવાતી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈમાં અરજી થતાં સપ્ટેમ્બર 2015માં સીબીઆઈએ ગુનો દાખલ કર્યો હતો.
સીબીઆઈના ચાર્જશીટ બાદ ઇડીના નવી દિલ્હીના અધિકારીઓએ પ્રેવિન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) એક્ટ હેઠળ તપાસ કરીને મુંબઈના બુકી કમ બિઝનેસમેન બિમલ રામગોપાલ અગ્રવાલ અને અમદાવાદ ઇડી કચેરીના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજયકુમારની રૂપિયા 1.90 કરોડની મિલકત ટાંચમાં લીધી છે. આ સમગ્ર ઘટના અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ: આઈપીએલ ક્રિકેટ સટ્ટાબેટિંગમાં મુંબઈ, દિલ્હી, લખનૌ અને અમદાવાદના બુકીઓ અને અમદાવાદ ઈડીના બે અધિકારીઓ સામે લાંચના આક્ષેપ સાથે થયેલી સીબીઆઈ ફરિયાદ બાદ આ પ્રકરણમાં સીબીઆઈએ ચાર્જસીટ દાખલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -