સેક્સ સંબંધો પછી બ્રેક-અપ થાય ને ગર્લફ્રેન્ડ બળાત્કારનો આરોપ મૂકે એ અંગે હાઈક્રોટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો
મુંબઈના 21 વર્ષનાં યુવક સામે યુવતીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ યુવકે ધરપકડથી બચવા માટેની આગોતરા જામીનની અરજી મંજૂર કરતાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. યુવકે બ્રેકઅપ કર્યું તે પછી તેની ગર્લફ્રેન્ડે બળાત્કારનો કેસ ફાઇલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચુકાદામાં કોર્ટે કેટલાક મહત્વના મુદ્દા ટાંક્યા હતા. કોર્ટે કહ્યું કે, યુવતીને શારીરિક સંબંધ બાંધી સેક્સ માટે તૈયાર થઇ ગઈ તે હદ સુધી તેને લલચાવાઇ હતી કે તે પ્રાથમિક રીતે જ માનવા માટે કેટલાક પુરાવા હોવા જોઇએ. જો કે આ પ્રકારનાં કિસ્સામાં લગ્નનું વચન લાલચ ન ગણાવી શકાય.
હાઈકોર્ટે કહ્યું કે, આજની જનરેશન પાસે સેક્સ અંગેની તમામ માહિતી હોય છે અને તે વિવિધ પ્રકારનાં લોકોને મળે છે. આ સ્થિતીમાં યુવતી જેએક યુવકને પ્રેમ કરે છે પણ બ્રેક અપ થાય ત્યારે ફરિયાદ કરે છે. યુવતી એ વાત ભૂલી જાય છે કે સેક્સ સંબંધમાં યુવક સાથે સાથે તેની પણ મરજી હતી અને તે નિર્ણયની જવાબદારીથી બચે છે.
હાઈકોર્ટે કહ્યું કે, સમાજ બદલાઇ રહ્યો છે તેમ છતાં પણ તેના પર નૈતિકતા હાવી છે. પેઢીઓથી એવું માનવામાં આવે છે કે લગ્ન સમય સુધી કુંવારી રહેવાની જવાબદારી યુવતીની છે. સમાજ ઉદાર થવાના પ્રયાસો કરી રહ્યો છે, પણ લગ્ન પહેલા સેક્સનો સવાલ આવે ત્યારે સમાજ ફરી નૈતિકતાનાં રોદણાં રોવા બેસી જાય છે.
જસ્ટિસ મૃદુલા ભટકરે સુનાવણી દરમિયાન કહ્યું કે આજના જમાનામાં પરસ્પર સંમતીથી સેક્સ સંબંધ બંધાય છે પણ બ્રેકઅપ થાય પછી બળાત્કારનો આરોપ મૂકી દેવાય એવું ચલણ વધ્યું છે. એવામાં કોર્ટે નિષ્પક્ષ રીતે બંન્ને પક્ષને સાંભળવા પડે છે. જેમાં આરોપીનાં અધિકાર અને પીડિતાના દર્દને પણ સમજવું પડે છે.
મુંબઇ હાઇકોર્ટનાં જસ્ટિસ મૃદુલા ભટકરે આ ચુકાદો આપતાં કહ્યું કે, શિક્ષિત યુવતી લગ્ન પહેલાં પોતાની મરજીથી યુવક સાથે સેક્સ સંબંધો બનાવે છે અને તેમણે પોતાના નિર્ણયની જવાબદારી લેવી જોઇએ. યુવકે છેતરપિંડી કરીને યુવતીની સંમતિ પ્રાપ્ત કરી તો લાલચની વાત બરાબર છે પણ દરેક કિસ્સામાં એવું નથી હોતું.
મુંબઇ : બળાત્કાર અંગેનાં એક કેસમા મુંબઇ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે લગ્ન કરવાનું વચન આપીને બાંધવામાં આવેલા સેક્સ સંબંધના કિસ્સામાં દરેક વખતે તેને લાલચ તરીકે ના જોઈ શકાય. હાઇકોર્ટે કહ્યે છે કે, લગ્ન કરવાનું વચન, બળાત્કારના દરેક કિસ્સામાં લાલચ તરીકે ન જોઇ શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -