જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ત્રણ જગ્યાએ ઘૂસી 8 આતંકીઓને ઠાર માર્યા, 12 જવાનો ઘાયલ
નવી દિલ્હીઃ સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે ત્રણ અલગ અલગ જગ્યાઓ પર થયેલી અથડામણમાં આઠ આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુના કાકરિયાલમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી ઠાર થયા છે, જેમાં 12 જવાનો પણ ઘાયલ થવાના સમાચાર છે.
મેજર જનરલ અરવિંદ ભાટીએ જણાવ્યું કે, ટ્રક પર સવાર ત્રણ આતંકીઓએ બુધવારે ઉધમપુરના ઝજ્જર-કોટલી ચેકપૉસ્ટ પર હુમલો કર્યો હતો. આમાં એક સીઆરપીએફ જવાન અને ફોરેસ્ટ ગાર્ડ ઇજાગ્રસ્ત થયો હતો. સુરક્ષાદળોએ બુધવારે આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ તાજેતરમાં જ સાંબા, બેબિયા આંતરરાષ્ટ્રીય બોર્ડર ઘૂસણખોરી કરી હતી. આની મદદ એક ટ્રક ડ્રાઇવરે કરી હતી. પોલીસે તે ટ્રક પણ જપ્ત કરી લીધો છે જેમાં આતંકીઓ રહેણાંક વિસ્તાર સુધી આવ્યા હતા.
અથડામણ દરમિયાન આતંકીઓએ રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસ્યા હતા. અહીં તેમને બિસ્કીટ અને સફરજન માંગીને ખાધા હતા. વળી, બીએસએફે કુપવાડાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રૉલની પાસે ત્રણ અને બારામુલ્લાના સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
પોલીસ અનુસાર, સુરક્ષાદળોએ આતંકીઓ સંતાય હોવાની ખબર મળતા જ ગુરુવારે સવારે સોપોરના ચિન્કીપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન આતંકીએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થાય હતા.