ઉત્તર પ્રદેશ-પંજાબ-ગોઆ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે મતદાન અને ક્યારે મતગણતરી? જાણો

ઉત્તર પ્રદેશ , પંજાબ, ઉત્તરાખંડ. ગોઆ અને મણીપુર એ તમામ પાંચ રાજ્યો માટે 11 માર્ચના રોજ મતદાન હાથ ધરાશે. ચૂંટણી પંચે આજથી જ આદર્શ આચાર સંહિતાના અમલની જાહેરાત કરી દીધી છે.
ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 4 માર્ચના રોજ મતદાન થશે જ્યારે સાતમા તબક્કામાં 40 સીટ પર 8 માર્ચના રોજ મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા બેઠકો છે.
ઉત્તર પૂર્વીય રાજ્ય મણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે. મણીપુરમાં પહેલા તબક્કામાં 4 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 8 માર્ચના રોજ મતદાન થશે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે અને સાત તબક્કામાં 8 માર્ચ સુધી મતદાન થશે.
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 73 સીટ માટે 11 ફેબ્રુઆરીએ જયારે બીજા તબક્કામાં 67 સીટ માટે 15 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કામાં 69 સીટ પર 19 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં 53 સીટ પર 23 ફેબ્રુઆરીના રોજ અને પાંચમાં તબક્કામાં 52 સીટ પર 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ , પંજાબ, ઉત્તરાખંડ. ગોઆ અને મણીપુર એમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશ્નર ડો. સૈયદ નસીમ અહમદ ઝૈદીએ પત્રકાર પરિષદ કરીને વિસ્તૃત કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તરાખં. ગોઆ તથા પંજાબમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે પંજાબ અને ગોઆમાં 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.