મતદાનના 48 કલાક પહેલા રાજનીતિક જાહેરાત હટાવે ફેસબુકઃ ચૂંટણી પંચ
ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા મામલે ફેસબુકનું નામ સામે આવ્યા અને તેમાં અમેરિકાની ચૂંટણી પ્રભાવિત થવાની ઘટના બાદ વિશ્વભરમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપ્રેઝેન્ટેશન ઓપ પિપલ એક્ટની સેક્શન 126 મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઇ પણ ઉમેદવાર કોઇ પણ રીતે પ્રચારનું પ્રદર્શન કરી શકે નહીં. ફેસબૂકના પ્રતિનિધીએ આ મિટીંગમાં જણાવ્યુ હતુ કે, જો આ પ્રકારની ફરિયાદ કરશે તો ફેસબૂક પરથી જે-તે કન્ટેન્ટ (જાહેરાતનું સાહિત્ય) ઉતારી લેવામાં આવશે.
જો ચૂંટણી પંચ દ્વારા ફેસબૂકને ફરિયાદ કરવામાં આવશે તો આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવશે. કાયદા મુજબ આ અંગે પગલા લેવામાં આવશે. જો એમ માલુમ પડે કે, કોઇ પણ પ્રકારના કાયદાનું ઉલ્લઘંન થાય છે તો ફેસબૂક જે-તે વ્યક્તિને પહેલા જાણ કરે છે અને કન્ટેન્ટ દૂર કરે છે. જે કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે તેની માહિતી ફેસબૂકની પારદર્શક્તા વિશના પેજ પર મૂકવામાં આવે છે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને દેશમાં મતદાનના 48 કલાક પહેલા રાજનીતિક જાહેરાત હટાવવા માટે કહ્યું છે. જોકે, ફેસબુકે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 4 જૂનના રોજ મળેલા એ બેઠકમાં ફેસબૂકના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે ફેસબૂક આ વિશે વિચારશે.
ફેસબૂકના ભારતના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે ફેસબૂક પરથી એવું કન્ટેન્ટ દૂર કરીએ છીએ જે આ દેશનાં કાયદાનું ઉલ્લઘંન કરતુ હોય અને અમારુ આ બાબતે ધ્યાન દોરવામાં આવે. એવું કન્ટેન્ટ પણ દૂર કરીએ છીએ જે અમારી પોલિસીનો ભંગ કરતું હોય.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -