ચૂંટણી પંચે રાહુલ ગાંધી માટે વપરાતા ક્યા શબ્દને અપમાનજનક ગણાવી ભાજપને આ શબ્દ નહીં વાપરવા કર્યું ફરમાન?
ભાજપના સિનિયર નેતાના અનુસાર હવે ભાજપ એડમાંથી એ શબ્દ હટાવીને નવી સ્ક્રિપ્ટ ચૂંટણી પંચની કમિટીને મોકલશે. તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણી પંચને કહેવામાં આવ્યું છે કે પપ્પુ શબ્દ કોઈ વ્યક્તિ વિશેષ માટે સંબંધિત નથી. એટલા માટે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે, પરંતુ તેમણે આ દલીલને નકારી કાઢી હતી.
ભાજપના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રચાર સામગ્રીને તૈયાર કર્યા પહેલા આ કમિટીને મોકલવામાં આવે છે. આ સમિતી સર્ટિફિકેટ આપે છે. આ સમિતીએ પપ્પુ શબ્દ પર વિરોધ દર્શાવ્યો હતો અને તેને અપમાનજનક માનીને આ શબ્દને દૂર કરી અન્ય શબ્દ વાપરવા માટે કહ્યું છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના અંડરમાં કામ કરનાર મીડિયા કમિટીએ આ અપમાનજનક શબ્દ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ કમિટી પાસે કેટલાક મહિનાઓ પહેલા આ પ્રચાર સામગ્રી તપાસ માટે મોકલી હતી. આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વેને જણાવ્યું કે તેમને આ મામલે કોઈ જાણકારી નથી.
ચૂંટણી પંચે ‘પપ્પુ’ શબ્દનો ઉપયોગ અપમાનજનક (Derogatory) ગણાવ્યો છે. ભાજપના સૂત્રોએ ચૂંટણી પંચના આ આદેશનો સ્વીકાર કર્યો છે. તેમણે મંગળવારે જણાવ્યું હતું કે પાર્ટીની કોઈપણ એડમાં કોઈપણ વ્યક્તિ માટે ‘પપ્પુ’ શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઈલેક્ટ્રોનિક કમ્પેઈનમાં ‘પપ્પુ’ શબ્દનો ઉપયોગ નહીં શકે. ચૂંટણી પંચે ભાજપ પર ‘પપ્પુ’ શબ્દનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે તેમના વિરોધીઓ વાપરી રહ્યા છે.