2019ની લોકસભામાં થશે VVPATનો ઉપયોગ, ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું
ચૂંટણી પંચે કહ્યું કે, VVPAT (વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ)નો ઉપયોગ સૌપ્રથમ 4 સપ્ટેમ્બર 2013માં નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી 266 વિધાનસભા અને 9 સંસદીય ક્ષેત્રોમાં આનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલમાં થયેલી પાંચ રાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પંચે 53,500 VVPATનો પ્રયોગ કર્યો હતો.
EVMમાં ગરબડના આરોપ પર ચૂંટણી પંચે કહ્યું કે ટેકનીકલી સુરક્ષા ફિચર્સ સાથે પંચ દ્વારા પ્રશાસનિક સ્તર પર ઉઠાવેલા પગલાના કારણે ઇવીએમ મતદાન સમયે ફુલપ્રૂફ છે જો કે નિર્માણ સમયે સ્ટોરેજ અને ટ્રાંસપોર્ટેશન સમયે પણ સુરક્ષિત છે. ચૂંટણી પંચે કહ્યું કે, રાજકીય પાર્ટીઓ દ્વારા ઇવીએમ સાથે છેડછાડ કર્યાના આરોપ લગાવવામાં આવ્યા હતા પણ કોઈ પુરાવા આપ્યા નથી.
નવી દિલ્લી: ઇવીએમ મશીનોમાં ગોટાળાના આરોપોને નિરાધાર ગણાવતા અને આ મશીનોને ફુલપ્રૂફ ગણાવતા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં પેપર ટ્રેલની સાથે 16 લાખથી વધુ ઇવીએમનો ઉપયોગ થશે. ચૂંટણી પંચે એ વિશ્વાસ અપાવ્યો છે કે, ટેકનીકલી સક્ષમ આ ઇવીએમ મશીનોથી સામાન્ય ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક રહેશે. જો કે ચૂંટણી પંચે આ મુદ્દે કંઇ જણાવ્યું નથી કે ડિસેમ્બરમાં ગુજરાતમાં થનારી ચૂંટણીમાં EVM સાથે VVPATનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં.