કોંગ્રેસે ક્યા રાજ્યમાં પરિણામો પહેલાં જ સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી ને નીરિક્ષકને મોકલ્યા?
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે શરૂ થયેલી મતગણરીમાં પહેલો કલાક કોંગ્રેસના નામે રહ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા એ પાંચેય રાજ્યોમાં પહેલા કલાકમાં કોંગ્રેસ આગળ રહી હતી અને તેના કારણે રાજસ્થાનમાં તો કોંગ્રેસે સરકાર રચવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં કોંગ્રેસે વહેલી સવારે જ પોતાના નીરિક્ષકને જયપુર રવાના કર્યા હતા. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલને જયપુર રવાના કરાયા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ જીતે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે મુદ્દે મતભેદો છે. સચિન પાયલોટ અને અશોક ગેહલોત બંને મુખ્યમંત્રીપદના દાવેદાર મનાય છે.
રાવ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ચર્ચા કરશે અને તેના આધારે પોતાનો રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મોકલશે. તેના આધારે મુખ્યમંત્રીપદ કોને જશે તે નક્કી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -