ચારા કૌભાંડના ફેંસલા પહેલા લાલુને મોટો ઝટકો, EDએ મીસા ભારતી સામે ચાર્જશીટ દાખલ કરી
નોંધનીય છે કે, 8000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મીસા અને શૈલેષની પૂછપરછ પણ કરી હતી. સપ્ટેમ્બરમાં તપાસ એજન્સીએ દિલ્હીના બિજાવાસન વિસ્તારમાં આવેલા મીસાના ફાર્મહાઉસને સીલ કરી દીધું હતું. મીસા-શૈલેષની ફર્મે આ ફાર્મહાઉસને 8 વર્ષ પહેલાં 1.2 કરોડમાં ખરીદ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૈલેષ અને મીસા પર બ્લેકમનીને વ્હાઈટ કરવાનો આરોપ છે. આ ઉપરાંત મીસા ભારતી પર એક હજાર કરોડ રૂપિયાની કથિત બેનામી પ્રોપર્ટી રાખવાનો આરોપ છે. બેનામી લેન્ડ ડીલના આ મામલામાં મીસા પર જમીનની લેણ-દેણ અને ટેક્સ ચોરીનો પણ આરોપ છે.
નવી દિલ્હી: ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શનિવારે લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષ સામે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં ઈડીએ દિલ્હીના બિઝનેસમેન ગગન ધવનની પણ ધરપકડ કરી હતી. દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ કેસની 3 જાન્યુઆરી, 2018થી સુનાવણી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -