એરસેલ-મૈક્સિસ કેસ: EDએ પી ચિદમ્બરમ સહિત 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી
સુબ્રમણ્યમ સ્વામીએ કાલે કહ્યું હતું કે સીબીઆઈમાં અધિકારીઓને હટાવવાના ખેલમાં ઈડીના રાજેશ્વરને પણ હટાવવાની યોજના ચાલી રહી છે એટલે તેઓ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ ન કરી શકે. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે જો મારી સરકાર જ તેને બચાવવાનો પ્રયાસ કરશે તો મારી પાસે ભ્રષ્ટાચાર સામે લડવાનું કોઈ કારણ નહી રહે. ત્યારે મારે એ તમામ ભ્રષ્ટાચારના મામલાઓ પરત લેવા પડશે જે મે ફાઈલ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ઈડીએ એરસેલ-મૈક્સિસ મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ કેંદ્રીય મંત્રી પી ચિદમ્બરમ સામે આજે ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ પી ચિદમ્બરમ સહિત નવ આરોપીઓના નામ સામેલ કર્યા છે. આ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ,એસ ભાસ્કરરમન અને મૈક્સિસની ચાર કંપનીઓના નામ છે. સીબીઆઈના સ્પેશ્યલ જજ ઓ પી સૈનીએ ચાર્જશીટ પર વિચાર કરવા માટે 26 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ રહી છે.
ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું કે પી ચિદમ્બરમે ગેરકાયદેસર રીતે એફઆઈપીબી મંજૂરી આપી ફાયદો પહોંચાડ્યો છે. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમનું નામ મુખ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -