✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચોંકાવનારો ઘટસ્ફોટ: PNB કૌંભાડનો ‘માસ્ટર માઈન્ડ’ નિરવ મોદી નહીં આ હતો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jul 2018 09:48 AM (IST)
1

પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી વેપારી મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગ્યો હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ મામલે મેહુલ ચોક્સીએ ખુદ ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં એન્ટિગુઆની નાગરિકતા લેવા માટે કંઈ ખોટું નથી કર્યું. આ વાત મેહુલ ચોક્સીએ પોતાના વકીલ ડેવિડ ડોરસેટનાં માધ્યમથી કહી છે.

2

EDનું સમન્સ મળે તે પહેલાં જ મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગી ગયો હતો. ચોક્સીને લાગી રહ્યું હતું કે, અમેરિકામાં તેની ધરપકડ થઈ શકે છે. ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા પણ લઈ લીધી છે. આ પહેલા મેહુલ ચોક્સીએ મોબ લિંચિગનું કારણ હાથ ધરતા ભારત આવવાની મનાઈ કરી હતી.

3

EDએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હતો. તેણે આ છેતરપિંડીની યોજના તૈયાર કરી હતી અને પૈસાની હેરફેર પણ તેના દ્વારા જ કરવામાં આવી હતી.

4

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મુંબઈ કોર્ટમાં જણાવ્યું હતું કે, 13,000 કરોડ રૂપિયાનાં PNB કૌભાંડનો અસલી માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સી છે. આ પહેલા માનવામાં આવતું હતું કે આ સંપૂર્ણ કૌભાંડ નિરવ મોદીએ રચ્યું હતું. પરંતુ મેહુલ ચોક્સી અને નીરવ મોદી વચ્ચે મામા-ભાણીયાનો સંબંધ છે.

5

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાને અંજામ આપવા માટે બનાવવામાં આવેલી કંપનીઓનાં નિર્દેશક અથવા પાર્ટનર ડમીની જેમ કામ કરી રહ્યા હતા અને બધાં જ નિર્ણયો ચોક્સી લેતો હતો.

6

નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી પીએનબી કૌંભાડની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ED અલગ-અલગ જગ્યા દરોડા પાડ્યા હતાં જોકે હજુ પણ બે મુખ્ય આરોપી વિદેશમાં ફરાર થઈ ગયા છે. જોકે EDએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ચોંકાવનારો ઘટસ્ફોટ: PNB કૌંભાડનો ‘માસ્ટર માઈન્ડ’ નિરવ મોદી નહીં આ હતો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.