ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન કહ્યું, 'ભગવાન રામ આવે તો પણ બળાત્કારની ઘટનાઓ પર રોક લગાવવી સંભવ નથી'
આ પહેલા તેઓએ કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણી ભગવાન વિરદ્ધ ઈસ્લામ થશે. તેમણે કહ્યું, 2019ની ચૂંટણી મોદીનુ ચરિત્ર અને બેઈમાનો વચ્ચે થશે. હું દાવા સાથે કહું છુ કે ભાજપની જીત થશે તો ભારતની ગલીઓમાં ઢોલ નગારા વાગશે.
ઉત્તર પ્રદેશના બલિયાથી ધારાસભ્ય સુરેંદ્ર સિંહે કહ્યું, ભગવાન રામ આવે તો પણ બળાત્કારની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવું શક્ય નથી. આ સમાજનું સ્વાભાવિક પ્રદૂષણ છે, આ પ્રદૂષણથી કોઈ પણ વંચિત નથી રહેવાનું. સુરેંદ્ર સિંહે વધુમાં કહ્યું ખતરનાક આરોપીઓ તો એન્કાઉન્ટરમાં માર્યા જાય છે પરંતુ બળાત્કારીઓ સાથે એવું નથી થતું, તેઓ માત્ર જેલ જાય છે. આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે બાળકોને નૈતિકતાના પાઠ ભણાવીએ. આ પ્રથમ વખત નથી કે ધારાસભ્ય સુરેંદ્ર સિંહે કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય.
નવી દિલ્હી: પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશથી ભાજપના ધારાસભ્ય સુરેંદ્ર સિંહે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. યૂપીના બલિયામાં ઉન્નાવ ગેંગરેપની ઘટના પર પ્રતિક્રીયા આપતા કહ્યું ભગવાન રામ આવે તો પણ આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવવી સંભવ નથી. તેમણે કહ્યું આ પ્રદુષણ સંસ્કાર દ્વારા નિયંત્રિત થશે, સંવિધાન દ્વારા નહી.