✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની કરી આવી ‘હલકી’ મજાક, NCWએ કહ્યું- માફી માંગે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 11:10 AM (IST)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની કરી આવી ‘હલકી’ મજાક, NCWએ કહ્યું- માફી માંગે
1

સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટનો વિરોધ થયા બાદ થરૂરે એક અન્ય ટ્વીટ કરીને માફી માંગી. તેમણે બીજું ટ્વીટ કર્યું, “આજે હળવા અંદાજમાં કરવામાં આવેલા ટ્વીટથી જે લોકોને ઠેસ પહોંચી છે, તેમની માફી માંગું છું. મારો ઉદ્દેશ ચોક્કસપણે તે યુવા છોકરીને ઠેસ પહોંચાડવાનો ન હતો, જેમના જવાબના મેં અલગથી વખાણ કર્યા છે.”

2

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અનુપમ ખેરે આ ટ્વીટ પર વાંધો ઉઠાવ્યો. તેમણે જવાબમાં કહ્યું, “તમારું સ્તર આટલું નીચે કેમ ઉતરી ગયું.” એક અન્ય યુઝરે કહ્યું, “ચિલ્લર અને છિલ્લરમાં અંતર હોય છે થરૂરજી. રાજકીય નિશાન સાધવું હોય તો કંઇપણ? હદ છે. મહેરબાની કરીને એ છોકરીની મજાક ન ઉડાવશો, જેણે આપણને સન્માન અપાવ્યું છે.” અનુજ ત્રિવેદી નામના યુઝરે રિપ્લાય કર્યો, “સર, છિલ્લર એક બહાદુર કોમ્યુનિટી છે. કોઇપણ સમાજનો મજાક ન ઉડાવશો. તમે થરૂર છો, થોર નહીં.”

3

શશિ થરૂરની આ વિવાદાસ્પદ ટ્વીટ પર નેશનલ કમિશન ફોર વીમેન (NCW)ના ચીફ રેખા શર્માએ કહ્યું કે, હું એમને સમન્સ પાઠવવાનું વિચારતી હતી પણ પછી તેમણે માફી માંગી લીધી. જોકે, તેમની માફી મને જેન્યુઇન લાગતી નથી. એવું લાગે છે કે માફી માંગ્યા પછી તે પબ્લિકને જાણે ચિલ કરવાનું કહી રહ્યા છે. હું એમને કહેવા માંગુ છું કે તેઓ એકદમ યોગ્ય રીતે આખા દેશની સામે માફી માંગે. રેખા શર્માએ કહ્યું કે, તેમણે ફક્ત તે છોકરીનું જ અપમાન નથી કર્યું પરંતુ આખા દેશનું અપમાન કર્યું છે કારણકે તેણે પોતાની જીત દ્વારા દેશને સન્માન અપાવ્યું છે.

4

નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂર મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતીને દેશને ગર્વ કરાવનાર માનુષી છિલ્લરના નામની મજાક ઉડાવીને બરાબર ફસાઇ ગયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે તેને છિલ્લરનું અપમાન ગણાવતા તેમણે તરત માફી માંગવાનું કહ્યું છે. ટ્વિટર યુઝર્સ એ પણ તેના પર નારાજગી વ્યક્ત કરી, જેમાં અનુપમ ખેર પણ સામેલ છે. બાદમાં શશિર થરૂર એ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે છિલ્લરનું અપમાન કર્યું નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની કરી આવી ‘હલકી’ મજાક, NCWએ કહ્યું- માફી માંગે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.