હું ઈન્ટરવ્યૂ કરવા ગયેલી ને નારાયણ સાઈએ પરાણે સેક્સ સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો, કોણે કરી આ ફરિયાદ, જાણો
નારાયણ સાઇ સામે સુરતની એક યુવતીએ બળાત્કાર અને જાતિય યૌન શોષણનો આરોપ લગાવ્યો પછી ડીસેમ્બર 2013માં પોલીસે નારાયણ સાઇની ધરપકડ કરી હતી. સુરત કોર્ટમાં રેપનો આ કેસ ચાલી રહ્યો છે. અત્યારે નારાયણ સુરતની જેલમાં બંધ છે.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. યુવતીએએ ફરિયાદની સાથે અમુક તસવીરો પણ આપી છે. આ યુવતી હવે ચેનલમાં કામ કરતી નથી. આ અંગે આસારામના આશ્રમની પ્રવક્તા નીલમ દૂબેએ કહ્યું, 'આટલો લાંબો સમય વિત્યા છતાં યુવતી કેમ ચૂપ હતી ?
યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેનું શારીરિક શોષણ કર્યા પછી તેના રૂપિયા અને ઘરેણાં પણ લઇ લીધાં હતાં ને પાછાં આપ્યાં નથી. યુવતીએ 10 દિવસ પહેલા એસએસપી ધર્મેન્દ્રસિંહને મળીને ફરિયાદ કરી હતી. એસએસપીએ તપાસ એસપી સિટી દિનેશ યાદવને સોંપી હતી.
યુવતીએ આક્ષેપ કર્યો છે કે 2013માં ચેનલના સંચાલકે તેને નારાયણનો ઇન્ટરવ્યૂ કરવા કરોલ બાગના આશ્રમમાં મોકલી હતી. ત્યાં નારાયણ સાંઇએ તેનું શારીરિક શોષણ કર્યું અને પરાણે સેક્સ સંબંધ બાંધ્યા. આ બાબત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી.
નોઇડાના એસપી સિટી દિનેશ યાદવે આ ઘટના અંગે જણાવ્યું કે, આરોપ મૂકનારી યુવતી ચેનલ સંચાલકની પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરતી હતી. મૂળ તે જમ્મુની રહેવાસી છે અને 2010માં ચેનલમાં નોકરી શરૂ કરી હતી.
પોલીસનું કહેવું છે કે યુવતીએ બન્ને પર રેપ અને જાનથી મારવાની ધમકી, બળજબરીથી ગર્ભપાત, દગાખોરી સહિત 11 કલમો લગાડવા અરજી આપીને કેસ દાખલ કર્યો છે. સગીરા સાથે રેપના આરોપમાં આસારામ જેલમાં છે. નારાયણ સાઇ સામે પણ સુરતમાં રેપનો કેસ ચાલી રહ્યો છે.
નોઈડાઃ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામના પૂત્ર નારાયણ સાઇ સામે એક ટીવી ચેનલની પત્રકાર યુવતીએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. યુવતીએ ચેનલના સંચાલકને પણ તેમાં સહઆરોપી બનાવ્યો છે ને તેની પર પણ બળાત્કારનો આક્ષેપ કર્યો છે.