પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે, ઈમાનદારીથી ભરો ટેક્સઃ જેટલી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેટલીએ લખ્યું છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનો ટેક્સ-જીડીપી દર 10 ટકાથી સુધરીને 11.5 ટકા થઈ ગયો છે. તેમાંથી આશરે અડધી (જીડીપીના 0.72 ટકા) વૃદ્ધિ નોન ઓઈલ ટેક્સ જીડીપી રેશિયોથી થઈ છે. નોન ઓઈલ ટેક્સથી જીડીપી દર 2017-18માં 9.8 ટકા હતો. જે 2007-08 પછીનું સૌથી સર્વોચ્ચ સ્તર છે. તે વર્ષે અમારા રેવન્યૂની સ્થિતિ અનુકૂળ આંતરરાષ્ટ્રીય વાતાવરણના કારણે સુધરી હતી.
જેટલીએ એમ પણ લખ્યું છે કે, આ સરકારને રાજકોષીય મજબૂતી અને આર્થિક દાયિત્વ વ્યવહારને લઈ મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે. રાજકોષીય રૂપથી અનુશાસન નહીં કરવાના કારણે વધારે ઋણ લેવું પડે છે, જેનાથી ઋણનો ખર્ચ વધી જાય છે.
એક ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું, માત્ર નોકરિયાત વર્ગ જ તેમના હિસ્સાનો ટેક્સ ચુકવે છે. જ્યારે મોટાભાગના અન્ય લોકોએ તેમના ટેક્સ રેકોર્ડને સુધારવાની જરૂર છે. આ કારણે ભારત હજુ સુધી ટેક્સનું પાલન કરનારો દેશ બની શક્યો નથી. જો લોકો ઇમાનદારીથી ટેક્સ ચુકવશે તો ટેક્સેશન માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરી શકાશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની આશા રાખતાં આમ આદમીને મોટો ઝટકો લાગી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવનાને નકારતાં કરહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. પેટ્રોલિયમ પદાર્થો પર રેવન્યૂના સ્ત્રો તરીકે નિર્ભરતા ઓછી થાય તે માટે તેમણે લોકોને ટેક્સ ઇમાનદારીથી ચૂકવવા કહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -