એરપોર્ટ પર બોર્ડિંગ પાસની જરૂર નહી પડે, ચહેરો બનશે ઓળખ
આ સુવિધાથી યાત્રીઓ લાઈનમાં ઉભા રહ્યા વગર યાત્રા કરી શકશે. તો બીઆઈએએલ દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવાયું છે કે બોર્ડિંગ માટે રજિસ્ટ્રેશનને પેપરલેસ બનાવીને વિમાની મુસાફરીને સરળ કરવા માટે આ સુવિધા શરુ કરવામાં આવી છે. બાયોમેટ્રિક ટેક્નોલોજીથી યાત્રીઓના ચહેરાથી તેમની ઓળખ હશે અને તેઓ એરપોર્ટ પર જઈ શકશે. આના માટે તેમણે વારંવાર બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અથવા અન્ય ઓળખપત્રો નહી બતાવવા પડે.
ફેસ રિકોગ્નાઈઝેશન ટેકનિક બાયોમેટ્રિક સોફ્ટવેર પર કામ કરી રહી છે. આમાં ચહેરાની બાયોમેટ્રિક ડિટેલ દ્વારા યાત્રીઓની ઓળખ થશે અને એરપોર્ટ પર આરામથી જઈ શકાશે. આના માટે યાત્રીઓએ વારંવાર બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અથવા અન્ય ઓળખપત્રો નહી બતાવવા પડે.
નવી દિલ્હીઃ હવે હવાઈ મુસાફરી દરમિયાન બોર્ડિંગ પાસની જરૂરિયાત નહી રહે. માત્ર યાત્રીનો ચહેરો જ બોર્ડિંગ પાસ સાબિત થશે. આવતા મહિને વારાણસી, વિજયવાડા, પૂણે અને કોલકાતા એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ થશે. ત્યારબાદ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અને બેંગ્લોરમાં સુવિધા શરૂ થશે. આજે કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ડીજીયાત્રા નામની સ્કીમને લોન્ચ કરી છે.