દુનિયાના કેટલા હિસ્સામાં Facebook Down, યુઝર્સે ટ્વિટર પર કરી ફરિયાદ
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક રવિવારે ડાઉન થઇ ગઇ હતી. દુનિયાભરના યુઝર્સે ફેસબુક યુઝ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ફેસબુક ડાઉન થવાના કારણે યુઝર્સ પોતાની ન્યૂઝ ફિડ જોઇ શકતા નહોતા. જોકે, યુઝર્સ પોતાની પ્રોફાઇલ જોઇ શકતા હતા પરંતુ ફેસબુક પર સ્ટેટ્સ, ફોટો અને વીડિયો પોસ્ટ કરી શકતા હતા. ફેસબુક ડાઉન થવાની ફરિયાદ લોકોએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુક પોતાના યુઝર્સને નવો અનુભવ આપવા માટે મેસેન્જર પર એક નવા ફિચર વોચ વીડિયોઝ ટુગેધરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જેમાં એક જ વીડિયો એક ચેટ ગ્રુપ પર અલગ અલગ ડિવાઇસ પર એક સાથે જોઇ શકાશે. ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે, આ એક ઇન્ટરનલ ટેસ્ટિંગ છે. આ ફિચરની સાથે તમે મેસેન્જર પર જોડાયેલા તમારા મિત્રો સાથે વીડિયો જોઇ શકશો અને તે જ સમયે તે વીડિયો અંગે વાત કરવાની મંજૂરી પણ મળશે. આ દરમિયાન વીડિયો જોઇ રહેલા લોકોનો કંન્ટ્રોલ તેની પાસે રહેશે અને તે જોઇ શકશે કે મેસેન્જર પર કોણ કોણ વીડિયો જોઇ રહ્યું છે.
ફેસબુક ખોલવા પર સમર્થિંગ વેન્ટ રોંગ અને ટ્રાઇ રિફ્રેશિંગ ધ પેજનો મેસેજ આવી રહ્યો હતો. ફક્ત ભારત જ નહી દુનિયાભરમાંથી ફેસબુક ડાઉન થયાના રિપોર્ટ્સ મળી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા મહિનામાં ફેસબુક ડાઉન થયાની સમસ્યા આવી હતી. આ દરમિયાન થોડી જ વાર સુધી ફેસબુક ડાઉન રહ્યુ હતું. યુઝર્સ ફેસબુક પર કોઇ પ્રકારની એક્ટિવિટીઝ કરી શકતા નહોતા. હાલમાં ક્યા કારણોસર ફેસબુક ડાઉન થયું હતું તેને લઇને કોઇ જાણકારી સામે આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -