2019ની ચૂંટણીમાં પોતાની સાઈટનો દુરુપયોગ અટકાવવા ફેસબૂક બનાવશે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ, જાણો
રિચર્ડ એલને કહ્યું ભારતમાં ટાસ્ક ફોર્સનું કામ હશે સાચી અને ખોટી રાજકીય ખબરો વચ્ચેનું અંતર જાણવું. તેમણે કહ્યુ હતુ કે જ્યારે અમે વિશ્વની ચૂંટણીઓ અંગે વિચારીએ છે ત્યારે ભારત એક મહત્વનો દેશ બની જાય છે. કારણકે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.
નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી 2019ની ચૂંટણીને લઈને ફેસબૂકે પોતાની સાઈટનો દૂર ઉપયોગ થતો અટકાવવા એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના આ ટાસ્ક ફોર્સમાં સેંકડો લોકો હશે. ફેસબૂકે જાહેરાત કરી છે કે ચૂંટણીમાં નફરતભર્યા ભાષણોને ફેસબૂક પર સ્થાન નહી મળે. ચૂંટણીઓમાં સોશ્યલ મીડિયા ચૂંટણી પ્રચારનું અભિન્ન અંગ બની ગયુ છે.
આ માટે ફેસબૂક એક ટીમ તૈનાત કરશે. જે ફેસબૂક પર પોસ્ટ થતા લખાણઓ પર નજર રાખશે. ફેસબૂકના અધિકારી રિચર્ડ એલને જણાવ્યું હતુ કે અમે લોકો સાથે સકારાત્મક સંવાદ કરવા માટે રાજકીય નેતાઓનુ ફેસબૂકના પ્લેટફોર્મ પર સ્વાગત કરીએ છે પણ આ મંચનો દુરપયોગ થાય તેવુ અમે નથી ઈચ્છતા.