જમીન હસ્તગત કરવાના નિર્ણય સામે ખેડૂતોએ સમાધિ બનાવી કર્યું પ્રદર્શન
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, મગફળીનો પાક પર પણ બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. એક ખેડૂતે જણાવ્યું કે ભથ્થાના નામ પર સરકાર અમારી જમીન હસ્તગત કરી બીજે આપવા માગે છે પરંતુ તેના બદલામાં લીઝ માંગી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે, આ ખૂબજ ફળદ્રુપ જમીન છે તેનાથી તેમની રોજી રોટી ચાલે છે. જે છીનવી રહી છે. તેમનું કહેવું છે કે, તેઓ મુખ્યમંત્રી અને મંત્રીઓ સુધી અનેક ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કોઈ અમારી સાંભળતું નથી. 2 ઓક્ટબરથી જમીનની અંદર સમાધિ પર બેઠેલા આ ખેડૂતોની સાંભળનાર કોઈ નથી.
જયપુર: જયપુરમાં જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી સરકારી આવાસ માટે જમીન હસ્તગત કરવાના નિર્ણયના વિરોધમાં ખેડૂતો જમીન સમાધિ પર બેસી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે, તે પોતાની જમીન આપવા નથી માંગતા તો પણ જયપુર વિકાસ સત્તાધિકારીઓ બળજબરી પૂર્વક ફરજ પાડી રહ્યા છે. ખેડૂતો જયપુર વિકાસ સત્તાધિકારને અનેક વખત ફરિયાદ પણ કરી ચુક્યા છે કે તેમની પાસે જમીન આપવા માટે નથી. તો પણ જેડીએ બળજબરી કરી રહી છે