મોદી સરકારના વિરોધમાં દિલ્હીના રસ્તાંઓ પર ઉતર્યા હજારો ખેડૂતો, અનેક જગ્યાઓએ જામ
ખેડૂત અને મજૂરોની આ મહારેલી પહેલા સીટૂ અને અખિલ ભારતયી કિસાન સભા તરફથી પોતાની માંગોનું ચાર્ટર સામે મુકવામાં આવ્યું છે. જેમાં બીજેપી શાસિત કેન્દ્ર સરકાર પર સાંપ્રદાયિક અને ખેડૂત-મજૂર વિરોધી હોવાનો આરોપ લગાવતા સામાન્ય લોકોને પણ જોડાવવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રદર્શનની આગેવાની ઓલ ઇન્ડિયા કિસાન મહાસભા દ્વારા કરવામાં આવી રહી છે. વામપંથી સંગઠન અખિલ ભારતીય કિસાન મહાસભા અને સીટૂના નેતૃત્વમાં લાખોની સંખ્યામાં ખેડૂત અને મજૂર દિલ્હીના રામલીલા મેદાન પર મજદૂર કિસાન સંઘર્ષ રેલીમાં જોડાશે.
બુધવારે સવારે ખેડૂતોની આ માર્ચ રામલીલા મેદાનથી શરૂ થઇને સંસદ તરફ પહોંચી. આ પ્રદર્શનમાં દેશભરમાંથી આવેલા ખેડૂતો એકત્રિત થયા, એટલું જ નહીં પૂરગ્રસ્ત કેરાલાના ખેડૂતો પણ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માર્ચના કારણે દિલ્હીના અનેક રસ્તાંઓ જામ થઇ ગયા હતા.
નવી દિલ્હીઃ મોંઘવારી, ન્યૂનત્તમ ભથ્થુ, દેવામાફી સહિતના અનેક મોટા મુદ્દાઓને લઇને દેશના ખેડૂતો આજે રાજધાની દિલ્હીના રસ્તાંઓ પર મોદી સરકારની સામે હલ્લાબોલ કરી રહ્યાં છે.