રેલવે લૉન્ચ કરશે 170 kmph વાળી 'ટ્રેન 18' અને 'ટ્રેન 20', શતાબ્દી-રાજધાનીને કરશે રિપ્લેસ
ખાસિયતોઃ આ ટ્રેનમાં સ્ક્રીન પર જીપીએસની મદદથી જાણી શકાશે કે ટ્રેન ક્યાં છે. કૉચના બહારના ભાગે સ્ટીલ અને અંદર ફાઇબર હશે. આંખો ના અંજાય એવી ડીફ્યૂઝ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસીએફના જીએમએ આ અંગે જણાવ્યું કે 'ટ્રેન 18' શતાબ્દીને અને 'ટ્રેન 20' રાજધાનીને સ્ટેપવાઇઝ રિપ્લેસ કરશે. એક ટ્રેનને 2018માં લૉન્ચ કરવામાં આવશે. આ કારણે જ આને 'ટ્રેન 18' નામ આપવામાં આવ્યુ્ છે, જ્યારે ટ્રેન 20ને 2020 સુધી લાવવાની પ્લાનિંગ છે. આના ટ્રાયલ રન દરમિયાન આની સ્પીડ 176 કિલોમીટર/કલાક રહી. જોકે ટ્રેક પર આ 170 કિલોમીટરની સ્પીડ દોડશે. અત્યાર સુધી સ્પીડમેન એક્સપ્રેસ સૌથી ફાસ્ટ ટ્રેન છે, જેની સ્પીડ 160 છે.
આ ટ્રેન આખેઆખી સ્ટીલની બનેલી હશે. આની બૉડી પુરેપરી કંપનમુક્ત હશે. આ પ્રૉજેક્ટ માટે રેલ મંત્રાલય 120 કરોડ રૂપિયા ફાળવી ચૂક્યું છે.
‘ટ્રેન 18’ અને 'ટ્રેન 20' ને ઇન્ટીગ્રલ કૉચ ફેકટરી (આઇસીએફ), ચેન્નાઇમાં ડેવલપ કરવામાં આવી રહી છે. ઓગસ્ટ સુધી બે 'ટ્રેન 18' ટ્રેક પર દોડતી દેખાશે.
ચેન્નાઇઃ હવે ઇન્ડિયન રેલવેમાં હાઇસ્પીડ ટ્રેન સામેલ થશે, રેલવે ટુંકસમયમાં જ બે નવી હાઇસ્પીડ ટ્રેન લાવવાની તૈયારી કરી રહ્યું છે, તેનું નામ ‘ટ્રેન 18’ અને 'ટ્રેન 20' હશે. જોકે આમાંથી માત્ર ‘ટ્રેન 18’ જ આ વર્ષે સર્વિસમાં આવી જશે. આ બન્નેને ઇન્ટીગ્રલ કૉચ ફેકટરી (આઇસીએફ), ચેન્નાઇમાં ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ દેશની અત્યાર સુધીની સૌથી હાઇસ્પીડ વાળી ટ્રેન હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -