દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીનો પરીવારે વરઘોડો કાઢ્યો, મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડ્યા, કારણ જાણીને ચોંકી જશો
ભોપાલઃ મધ્ય પ્રદેશ બોર્ડનું 10મા અને 12મા ધોરણનું પરિણામ સોમવારે જાહેર થઇ થયું હતું. રિઝલ્ટ જાહેર થયા બાદ 11 સ્ટુડન્ટ્સે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાંથી 6ના મોત થયા. મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના આશરે 34% અને ધોરણ 12ના 32% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરંતુ સાગર ટાઉનમાં એક પિતાએ કંઇક એવું જ કર્યું જેની હાલ ચર્ચા થઇ રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ 12મા ધોરણમાં 70 ટકાથી વધુ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે નાણાકીય મદદ આપવામાં આવશે.
મધ્ય પ્રદેશમાં 'રૂક જાના નહીં યોજના' હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી ફોર્મ ભરીને પોતાનું સ્ટડી સમયસર પૂરું કરી શકે છે. તેની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે.
પિતાને ડર હતો કે ક્યાંક તેમનો દીકરો ખોટું પગલું ન ભરી લે. એટલા માટે તેમણે દીકરાનું સરઘસ કાઢ્યું, ફટાકડાઓની આતશબાજી કરી અને મીઠાઈઓ પણ વહેંચી. આશુએ પોતાના પિતાને વચન આપ્યું છે કે 'રૂક જાના નહીં યોજના'નું ફોર્મ ભરીને 4 વિષયો ફરી એકવાર ભણશે અને 10મા ધોરણની પરીક્ષા પાસ કરશે.
સરસ્વતી શિશુ મંદિરમાં ભણતો 10મા ધોરણનો વિદ્યાર્થી આશુ વ્યાસ 6માંથી 4 વિષયોમાં નાપાસ થઇ ગયો. તેના પિતા સુરેન્દ્રકુમારે તેના પર ગુસ્સો ન કર્યો પરંતુ આ માટે તેનું સરઘસ કાઢીને તેને બિરદાવ્યો.