પતિ બહાર ગયેલો ને સસરા રાત્રે યુવતી પાસે આવીને સૂઈ ગયા, શારીરિક સંબંધ બાંધવા કહ્યું, પછી શું થયું ?
નાનો ભાઈ ભત્રીજાને લઇને પહોંચ્યો, તો આરોપીના મોંઢામાં સફેદ ફીણ વળી રહ્યા હતા. બેભાનીની હાલતમાં તેને પણ ડીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત થઇ ગયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેં વિરોધ કર્યો અને બહાર જવાનું કહ્યું તો બોલ્યો- તારા સાથે ખોટું કામ કરવા માટે તો પતિને જયપુર મોકલ્યો છે. આવું કહીને તે મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો. મેં જોરથી ધક્કો મારીને તેને પલંગ પરથી નીચે પાડી નાખ્યો અને બૂમો પાડવા લાગી. ત્યારે તેણે મને ડરાવવા માટે ચપ્પુ કાઢ્યું અને કહ્યું- માની જા નહીંતો મારી નાખીશ. આજે તો આ કરીને જ જંપીશ
જયપુરઃ રાજસ્થાનના ચરૂમાં સસરાએ પુત્રવધુ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ચરૂના વોર્ડ 6માં રહેતા એક 50 વર્ષીય વ્યક્તિએ સોમવારે રાતે અલગ મકાનમાં રહેતી પોતાની 30 વર્ષીય પુત્રવધુ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જ્યારે વહુએ વિરોધ કર્યો તો સસરાએ તેના પર ચપ્પુના 50 ઘા ઝીંક્યા. આસપાસના લોકોને જાણ થઇ ગઇ તો આરોપી સસરાએ ઝેર ખાઇ લીધું. સારવાર દરમિયાન સસરાનું મોત થઇ ગયું. પોલીસે જણાવ્યું કે અહીંની ડીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલાના નિવેદનના આધારે સસરા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. નિવેદન આપ્યા પછી મહિલા બેભાન થઇ ગઇ હતી. વધુપડતું લોહી વહી જવાને કારણે મહિલાની હાલત અત્યારે ગંભીર છે.
રાતે લગભગ 11 વાગે હું ઉપરના રૂમમાં જઇને સૂઇ ગઇ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. સસરા બાળકો સાથે બહાર આંગણામાં સૂઇ ગયા. મોડી રાતે સસરો બારીમાંથી મારી રૂમમાં આવી ગયો અને મારી બાજુમાં આવીને સૂઇ ગયો.
પીડિતાએ જણાવ્યું કે, હું છેલ્લાં 4 વર્ષથી સાસુ-સસરાથી અલગ બાળકો અને પતિ સાથે રહું છું. મારા લગ્નને 11 વર્ષ થયાં છે. બે બાળકો છે. પતિ 4 દિવસથી જયપુર ગયા છે. રાતે હું અને બાળકો ઘરે એકલા હતા ત્યારે સસરા મારા ઘરે આવ્યા. પૂછ્યું કે કેમ આવ્યા તો તેમણે કહ્યું કે બાળકો સાથે સૂવા માટે આવ્યો છું.
ડીબી હોસ્પિટલના સર્જન ડૉ. સંદીપ અગ્રવાલે જણાવ્યું કે મહિલાના શરીર પર લગભગ 50 જખમ હતા. તેને ભરવા માટે અમારે 275 ટાંકા લગાવવા પડ્યા. આરોપી સસરાએ ઝેર ખાઈ લેતાં તેનું મોત થઇ ગયું. સસરાના ભાઈએ રિપોર્ટ આપ્યો કે તેનો મોટોભાઈ જમ્યા પછી દીકરાના ઘરે ગયો હતો. રાતે બે વાગે તેની ભાભીનો ફોન આવ્યો કે તારા ભાઈએ કંઇક ખાઇ લીધું છે, જેનાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -