સાથે કામ કરતી યુવતી રોજ સેક્સ સંબંધો બાંધવા કહેતી તેથી થાકી ગયેલા યુવકે શું કર્યું?
મુંબઈઃ મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં મહિલા દ્વારા કથિત રીતે સતત સેક્સની માગ કરવાથી પરેશાન થઈને 38 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે સોમવારે જણાવ્યું કે, સચિન મિતકારી પરભણી હોસ્પિટલમાં મહિલા સાથે કામ કરતો હતો. રવિવારે તેનો મૃતદેહ પરભણી-વસમત રોડ સ્થિત તેના ઘરની છત પર લટકતો મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે જણાવ્યું કે, પત્રમાં મિતકરીએ લખ્યું કે, પોતે પરણિત છે તેની જાણકારી મહિલાને હતી, પરંતુ તે સતત તેની પાછળ પડી હતી અને સેક્સ માટે દબાણ કરી રહી હતી. પત્ર અનુસાર પોલીસે જણાવ્યું કે, મહિલા તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, પોલીસે મહિલા વિરૂદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે આગળ તપાસ ચાલુ છે.
પરભણીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાડીશીઓએ તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો અને પોલીસને તેની જાણકારી આપી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ અનુસાર ઘટના સ્થળેથી મિતકારીનો લખેલ એક પત્ર મળ્યો છે. તેમાં તેણે મહિલા પર તેનું શોષણ કરવા અને સેક્સ માટે દબાણ કરવાને લઈને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -