✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેલવેમાં આવશે મોટા પાયે ભરતી, RPFમાં 50 ટકા સીટ મહિલાઓ માટે: પીયૂષ ગોયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 09:34 PM (IST)
1

પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં રેલ મંત્રીએ પટના-દીધા રેલવે જમીનથી સંબંધિત ડોક્યુમેન્ટ બિહાર સરકારને સૌપ્યા છે. તેમને કહ્યું કે, આ હસ્તાંતરણથી પટનાવાસીઓની ટ્રાફિક સંબંધી સમસ્યાઓનો અંત થશે અને નગરના લોકોની સુવિધા વધશે. રેલવે આ જમીન બિહાર સરકારને આપી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બિહાર સરકાર આના પર ફોર લેન રોડનું નિર્માણ કરાવશે.

2

પીયૂષ ગોયલે બિહારના પટનામાં નવી યોજનાઓનું લોકાર્પણ કર્યું. પીયૂષ ગોયલે કહ્યું ઝડપથી રેલ્વેમાં બમ્પર ભર્તીઓ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રેલ્વેમાં સુરક્ષાની મજબુતી લાવવા માટે 10 હજાર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી 50 ટકા મહિલાઓ હશે. આરપીએફના માટે ઝડપથી અરજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. સમગ્ર દેશમાં 6 હજારથી વધારે સ્ટેશનોને સીસીટીવી કેમેરાથી લેસ કરવામાં આવશે.

3

પટના: ભારતીય રેલવેમાં ખૂબ જ મોટા પાયે ભરતીઓ કરવાના સંકેત કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે આપ્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું, ઝડપથી રેલ્વે સુરક્ષા ફોર્સમાં 10 હજાર પદ પર ભર્તીઓ ચાલુ કરવામાં આવશે. ખાસ વાત છે કે આ ભરતીમાં 50 ટકા સીટો મહિલાઓ માટે હશે. તેમણે કહ્યું કે, ટ્રેનોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા મુદ્દે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાન રાખતા આરપીએફમાં મોટાપાયે મહિલાઓની ભરતી કરવામાં આવશે.

4

આરપીએફની ભરતી ઉપરાંત 13,000 નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ પદો માટે માત્ર કોમ્પ્યૂટર ટેસ્ટના આધાર પર ભરતી કરવામાં આવશે. આના માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહી.

  • હોમ
  • India-news
  • દેશ
  • રેલવેમાં આવશે મોટા પાયે ભરતી, RPFમાં 50 ટકા સીટ મહિલાઓ માટે: પીયૂષ ગોયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.