અરુણ જેટલીને ફરી મળી નાણાં મંત્રાલયની જવાબદારી, 3 મહિનાથી હતા રજા પર
જેટલીએ થોડાક દિવસો પહેલા કોંગ્રેસ એટેક કરતાં કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જીએસટી સૌથી મોટો કર સુધારો છે, જેના માધ્યમથી 'કોંગ્રેસની વિરાસત કર' ની જગ્યાએ યોગ્ય અને સરલ કર વ્યવસ્થા આવી ગઇ છે.
જેટલીને ચાર જૂને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)થી રજા આપવામાં આવી હતી. તેમનું 14 મેના રોજ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, રજાઓના દિવસોમાં અરુણ જેટલી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહ્યાં અને બ્લૉગ લખીને તેમને જુદાજુદા રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સરકારનો મત મુક્યો હતો.
જેટલી છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી અળગા રહ્યાં, જેટલી ત્રણ મહિનાથી બિમારીના કારણે કામકાજ ન હોતા કરી શકતા જેના કારણે રેલમંત્રી પીયુષ ગોયલ નાણાંમંત્રાલયનું કામકાજ કરી રહ્યાં હતા. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જેટલી મત આપવા માટે રાજ્યસભામાં આવ્યા હતા, ત્યારે સભ્યોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.
નવી દિલ્હીઃ વરિષ્ઠ બીજેપી નેતા અરુણ જેટલી આજે નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો કાર્યભાર ફરી સંભાળી લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નાણાં અને કોર્પોરેટ મંત્રાલય અરુણ જેટલીને ફરીથી સોંપવાનો નિર્દેશ કર્યો છે.''