વર્ષ 2018થી નાણાંકીય વર્ષમાં થઈ શકે છે ફેરફાર, નવેમ્બરમાં રજૂ થઈ શકે છે સામાન્ય બજેટ
સરકારના જે પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે, તે અનુસાર સંસદનું બજેટ સત્ર ડિસેમ્બર પહેલા શરૂ થઇ જશે, જેથી બજેટ પ્રક્રિયાને વર્ષ સમાપ્ત થતા સુધી પૂર્ણ કરી શકાય. આપને જણાવી દઇએ કે બજેટની પ્રક્રિયાને પૂરી કરવામાં અંદાજે બે મહિનાનો સમય લાગે છે. ત્યારે સંભાવના એવી વ્યક્ત થઇ રહી છે કે સરકારે નવેમ્બર પહેલા સપ્તાહમાં બજેટ રજૂ કરી શકે છે.
સુત્રોના અનુસાર નરેન્દ્ર મોદી ફાઇનાન્સિયલ યરને બદલવાની વાત કરી હતી, ત્યાર બાદ સરકાર તેના અમલની દિશામાં લાગી ગઇ છે. ફેબ્રુઆરીના લાસ્ટના બદેલ ફર્સ્ટ વીકમાં રજૂ થયું હતું. ઐતિહાસિક ફેરફાર કરતા સરકારે 2017-18 નું બજેટ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું. ઘણાં દશકો બાદ ભારતમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવાની પરંપરા હતી.
નવી દિલ્હીઃ વર્ષ 2018થી દેશમાં નાણાંકીય વર્ષની શરૂઆત એપ્રિલની જગ્યાએ જાન્યુઆરીમાં થઈ શકે છે. સરકાર તેની તૈયારીમાં લાગી ગઈ છે. તેની સાથે જ દેશમાં 150 વર્ષથી ચાલી આવતી એપ્રિલ-માર્ચ નાણાંકીય વર્ષની પરંપરામાં ફેરફાર થઈ શકે છે. જો આમ થાય તો કેન્દ્રનું આગામી બજેટ ચાલુ વર્ષના નવેમ્બરમાં રજૂ થઈ શકે છે.