સિગ્નેચર બ્રિજ વિવાદ: આપના અમાનતુલ્લા ખાન સામે ફરિયાદ દાખલ, કેજરીવાલનું નામ પણ સામેલ
સિગ્નેચર બ્રિજ હંગામા મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં ભાજપના કાર્યકર્તા અને સાંસદ મનોજ તિવારીનું નામ સામેલ છે. આ કેસ પણ લોકલ પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાંચ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સિગ્નેચર બ્રિજ હંગામા મામલે દિલ્હી પોલીસના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: દિલ્હીમાં સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમયે હંગામો થયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ સામેલ છે.
દિલ્હીમાં સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમયે મનોજ તિવારીની દિલ્હી પોલીસ અને આપના કાર્યકર્તાઓ સાથે મારામારી થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન મનોજ તિવારી ધક્કો આપતા જોવા મળ્યા હતા. અમાનતુલ્લા ખાન સામે અલગ-અલગ આઈપીસીની 6 ધારાઓ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સુત્રોની જાણકારી મજુબ દિલ્હી પોલીસ આ મામલે અમાનતુલ્લા ખાનની આ મામલે પુછપરછ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -