PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કરવા બદલ કૉંગ્રેસની IT સેલ પ્રમુખ સામે દેશદ્રોહનો કેસ
પરંતુ આ પહેલી વાર નથી કે દિવ્યાએ પીએમ મોદી માટે આવું ટવીટ કર્યુ હોય ગયા મંગળવારે દિવ્યાએ પીએમ મોદીનો એક જૂનો વીડિયો શેર કરી શિક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પણ ટ્વીટર યૂઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાએ સોમવારે પણ પીએમ મોદીની તસવીર પોસ્ટ કરતા અપમાનજનક ટ્વીટ કર્યું હતું. ટ્વિટર પર અનેક યુઝર્સે દિવ્યાને ટ્રોલ પણ કરી હતી. તેની પોસ્ટ પર અનેક લોકોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને તેમની નિંદા કરી હતી.
દિવ્યા સામે લખનઉના વકિલ સૈયદ રિઝવાન અહમદે કેસ દાખલ કર્યો છે. અહમદે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે ટ્વીટ અપમાનજનક હતું વડાપ્રધાન ભારત ગણરાજ્ય અને તેની સંપ્રભુતાના પ્રતિનિધિ છે. આ માટે આ ટ્વીટ રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ છે અને અવમાનના પણ છે આથી અમે એક એફઆરઆઈ નોંધાવી છે. દિવ્યા સ્પંદ સામે દેશદ્રોહ આઈટી એકટના પ્રમાણે દાખલ કરવામાં આવેલા મામલે તપાસ સાઈબર સેલને સોપવામાં આવી છે.
લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટ્વીટ કરવા બદલ કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના સંયોજક દિવ્યા સ્પંદના વિરુદ્ધ લખનઉના ગોમતીનગર પોલિસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -