દિલ્હીમાં ઘરનું સીલ તોડવા બદલ ભાજપના ટોચના નેતા પર થયો કેસ, જાણો વિગત
દિલ્હીમાં સીલિંગ મુદ્દે બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી પર સીલ કરાવવાનો આરોપ લગાવી રહી છે. જ્યારે બીજેપી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે સીલ તોડી રહ્યા છીએ તેનો આપ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે પૂર્વ દિલ્હી નગર નિગમે દિલ્હી પોલીસની સાથે મળીને આ ઘરને ફરીથી સીલ કર્યું છે. આ ઘરમાં તબેલો હતો. ઘરની અંદરથી વ્યાવસાયિક ગતિવિધિઓ થતી હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. જ્યારે ઘરના માલિક પ્રેમ સિંહનું કહેવું છે કે તેઓ વર્ષોથી પશુપાલન કરીને ઘર ચલાવી રહ્યા છે. તેમનું ઘર ગામની લાલ ડોરા જમીન પર આવે છે, જેમાં સીલિંગ કે તોડફોડ કરી શકાય નહીં.
દિલ્હી બીજેપી અધ્યક્ષ તિવારીએ જાહેરાત કરી હતી કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ગોકુલપુરમાં જે ઘરનું સિલ તેમણે રવિવારે તોડ્યું હતું તેને ફરીથી મંગળવારે તોડીશ. નગર નિગમના અધિકારીઓ ભ્રષ્ટ છે. સીલિંગ અભિયાન ઓખલામાં કેમ નથી ચલાવાતું. આ કેજરીવાલનું કાવતરું છે. હું કેજરીવાલને પડકાર ફેંકુ છું.
નવી દિલ્હીઃ દિલ્હીના ગોકુલપુરી સ્થિત સીલ ઘરનું લોક તોડવા બદલ બીજેપી સાંસદ અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સામે કેસ દાખલ થયો છે. દિલ્હી પોલીસે મનોજ તિવારી સામે કલમ 461 અને ડીએમસી એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -