✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલિશાન ઘર એન્ટિલિયામાં લાગી આગ, કાબૂમાં લેવાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jul 2017 07:36 AM (IST)
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલિશાન ઘર એન્ટિલિયામાં લાગી આગ, કાબૂમાં લેવાઈ
1

આગ ગાર્ડન એરિયામાં લાગી હતી જ્યાં મોબાઈલ ટાવર પણ આવેલો હતો. ડીસીપી રશ્મી કરાંડિકર, શહેર પોલીસ પ્રવક્તો જણાવ્યું હતું કે મુકેશ અંબાણીના એન્ટિલિયા બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આગ ગાર્ડન એરિયામાં લાગી હતી જેને તુરંત કાબૂમાં આવી ગઈ હતી.

2

અંબાણી પરિવારના ભવ્ય એવા આ એન્ટિલિયામાં આગની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા પહોંચી નહતી. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાત્રે ૯ કલાકે આગ લાગી હોવાનો મુંબઈ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. મુકેશ અંબાણીના વૈભવી ગણાતા એન્ટિલિયાના ટેરેસમાં આગ લાગી હોવાનું જણાયું હતું. ચીફ ફાયર ઓફિસર પી એસ રાહાંગદલેએ જણાવ્યું હતું કે તાત્કાલિક ઘટના સ્થળે ફાયરનો કાફલો રવાના કરવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

3

મુંબઈઃ વિશ્વની સૌથી મોંઘી સંપત્તિઓમાંથી એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટીલિયાના ટેરેસમાં સોમવારે રાત્રે આગ લાગી ગઈ. નિગમના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠા માળે આગ લાગી હતી અને થોડી જ મીનીટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સંપત્તિને પણ કોઈ મોટું નુકસાન થયું નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલિશાન ઘર એન્ટિલિયામાં લાગી આગ, કાબૂમાં લેવાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.