PM મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટર ગુજરાતી સહિત 23 ભાષામાં થયું રિલીઝ, જાણો વિગત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પોસ્ટર લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના ફર્સ્ટ લુકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. વિવેક ઓબેરોય ફિલ્મમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના લુકમાં નજરે પડી રહ્યો છે. તેણે ઘણા અંશે મોદીનો લુક મેચ કર્યો છે. ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયા બાદ ફેન્સ હવે ફિલ્મના ટિઝર અને ટ્રેલર વીડિયોની રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મની પંચલાઇન દેશભક્તિ જ મારી શક્તિ એવી છે. ફિલ્મનું પોસ્ટર ગુજરાતી સહિત 23 ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે. ભગવા રંગનો કુર્તો પહેરીને વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીના લુકની આબેહૂબ નકલ કરી છે. ફિલ્મ 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી માટે માસ્ટર સ્ટ્રોક સાબિતથઈ શકે છે.
વિવેક ઓબેરોયે આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, આ અદભુત સફર માટે તમારા આશીર્વાદની જરૂર છે. ઓમંગ કુમારના નિર્દેશન અને સુરેશ ઓબેરોય તથા સંદીપ સિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મ થોડા જ દિવસોમાં રજૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -