✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માત્ર ભારત જ નહીં અન્ય પાંચ દેશો પણ આ દિવસે ઉજવે છે સ્વતંત્રતા દિન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2017 12:49 PM (IST)
1

લૈચટેંસ્ટેઇન: વિશ્વના સૌથી નાના દેશમાંનુ એક દેશ. લૈચટેંસ્ટેઇન 1866માં જર્મન શાસનમાંથી મુક્ત થયુ હતું. 15 મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીઓમાં મેડોવ્સમાં કેથોલિક

2

સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આજે 71મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે સ્વતંત્રતા દિન તરીકે ઉજવતા આપણે એકલા નથી પણ બીજા પાંચ દેશોને પણ આ દિવસે આઝાદી મળી હતી.

3

દક્ષિણ કોરિયા: યુનાઈટેડ સ્ટેટ્સ અંકુશિત પ્રદેશના એકીકરણ પછી અને સોવિયેત સંઘના અંકુશિત પ્રદેશ નિષ્ફળ થયા બાદ દક્ષિણ કોરિયાની 15 ઓગસ્ટ, 1948 ના રોજ પ્રો યુએસ સરકારે દ્વારા દક્ષિણ કોરિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સત્તાવાર નામ રિપબ્લિક ઓફ કોરિયા નામ રાખવામાં આવ્યું. 15 ઓગષ્ટ ને સરકારી રજા તરીકે ગ્વાન્ગબોક્જીયલ તરીકે જાહેર કરવામાં આવી.

4

ઉત્તર કોરિયા: કોરિયા અને દક્ષિણ કોરિયા બંન્ને જાપાનમાંથી 15 ઓગષ્ટ, 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધના અંતમાં કોરિયાઇ દ્વિપકલ્પ મુક્ત થયા બાદ કોરિયા અલગ થયુ હતુ. આ દિવસે જાપાને બીજા વિશ્વયુદ્ધનું આત્મસમર્પણ કરી યુદ્ધનો અંત કર્યો હતો 1948માં દેશને સત્તાવાર રીતે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા નામ આપવામાં આવ્યું હતું. પ્રો-સોવિયેત કિમ અલ સંગ દેશના પ્રથમ પ્રધાન હતા. દેશના સ્વતંત્ર દિવસને ‘ચુગૂખૈબાનગુઇ નાલ’ અથવા ‘લિબરેશન ઓફ ફાધરલેન્ડ ડે’ તરીકે ઉજવે છે.

5

પ્રજાસત્તાક કોંગો: કોંગો મધ્ય આફ્રિકન દેશને 15 ઓગષ્ટ, 1960નો રોજ 80 વર્ષ બાદ ફ્રેન્ચ શાસનમાંથી આઝાદી મળી હતી. આ પ્રદેશ નિયમ હેઠળ 1880માં આવ્યો હતો અને તે પ્રથમ ફ્રેન્ચ કોંગો તરીકે જાણીતો બન્યો હતો ત્યારબાદ 1903માં મધ્ય કોંગો તરીકે ઓળખાતો હતો. ફુલ્બર્ટ યોલોએ 1963 સુધી પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આજે કોંગો પ્રજાસત્તાકનો 57મો સ્વતંત્રતા દિવસ છે.

6

બહેરીન: બહેરીનની વસ્તીના સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણ બાદ 15મી ઓગષ્ટ 1971ના રોજ મધ્ય પૂર્વ ટાપુના દેશને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. 19મી સદીમાં બહેરીન દ્વિપસમુહ પર બ્રિટિશ શાસન પહેલા અરબ અને પોર્ટુગલ સહિત અનેક સંસ્થાનોએ શાસન કર્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • માત્ર ભારત જ નહીં અન્ય પાંચ દેશો પણ આ દિવસે ઉજવે છે સ્વતંત્રતા દિન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.