મુંબઇઃ ક્રિસમસ ટ્રીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બિલ્ડિંગના 14માં માળે આગ લાગી, 4 વૃદ્ધો સહિત 5ના મોત
મૃત્યુ પામનારાઓના નામ સુનીતા જોષી (72 વર્ષ), બાલચંદ્ર જોષી (72 વર્ષ), સુમન શ્રીનિવાસ જોષી (83 વર્ષ), સરલા સુરેશ ગાંગર (52 વર્ષ) અને લક્ષ્મીબેન પ્રેમજી ગાંગર (83 વર્ષ) છે.
માહિતી પ્રમાણે મુંબઇ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. મકાનમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે આગ ક્રિસમસ ટ્રીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી અને ધીમે ધીમે આગ વધુ પ્રસરી હતી.
બૃહદમુંબઇ મહાનગર પાલિકાની ફાયર મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે, 16 માળની બિલ્ડીંગમાં આગ લાગી છે અને હાલમાં ફાયર ફાઇટર વિભાગે બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. આ આગ ગઇકાલે સાંજે 7 વાગે લાગી હતી.
મુંબઇઃ મુંબઇના ચેમ્બુરમાં તિલકનગર સ્થિત સરગમ સોસાયટીના 14માં માળે આગ લાગતા 5 લોકો મૃત્યુ પામ્યા હોવાની સમાચાર છે. આ દૂર્ઘટનામાં 4 વૃદ્ધો સામેલ છે. આ આગ ક્રિસમસ ટ્રીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું સામે આવ્યુ છે.