નોટબંધીઃ પોતાના જ વચનો ન પાળી શકી સરકાર, અચાનક તારીખો બદલીને લોકોની મૂંઝવણ વધારી
24 November: સરકારે બેન્કોમાંથી નોટ એક્સચેન્જ કરવાનું બંધ કર્યું, માત્ર જમા જ કરાવાશે.ટોલ બૂથ, હોસ્પિટલ, વગેરેમાં ૫૦૦ની જૂની નોટથી ચૂકવણીની મંજૂરી આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App11 November : ભારે વિરોધના પગલે પેટ્રોલ-ડીઝલમાં જૂની નોટથી ચૂકવણીની મર્યાદા વધારાઈ.
13 November: નાણાં ઉપાડવાની સાપ્તાહિક મર્યાદા ૨૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૪,૦૦૦ રૂપિયા કરાઈ# રોજની મહત્તમ ૧૦,૦૦૦ રૂપિયા ઉપાડવાની મર્યાદા દૂર કરાઈ#બેન્કમાં જૂની નોટના બદલામાં નવી નોટની મર્યાદા ૪૦૦૦ રૂપિયાથી વધારીને ૪૫૦૦ રૂપિયા કરાઈ૩૦ ડિસેમ્બર સુધી તમામ એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી.
14 November :પેટ્રોલ-ડીઝલમાં જૂની નોટથી ચૂકવણીની મર્યાદા વધારાઈ.
15 November: લોકો દિવસમાં એક જ વાર નોટ બદલવા અને નાણાં ઉપાડવા આવે તે માટે આંગળી પર શાહી લગાડાશે.
17 November: લગ્ન હોય તેમને અઢી લાખ રૂપિયા ઉપાડવાની છુટ ખેડૂતોને લોન, ડિપોઝિટ એકાઉન્ટમાંથી સપ્તાહમાં ૨૫,૦૦૦ રૂપિયા ઉપાડવાની છુટ એક કરોડ રૂપિયા સુધીની લોનના EMI પર ૬૦ દિવસની રાહત ખેડૂતો ૫૦૦ રૂપિયાની જૂની નોટથી બિયારણ ખરીદી શકશે.
22 November: પ્રી-પેઈડ વોલેટ, કાર્ડમાં મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦,૦૦૦ રૂપિયા કરાઈમર્ચન્ટ્સ પીપીઆઈમાંથી ૫૦,૦૦૦ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશે.
નોટબંધી પછી સરકારે સંખ્યાબંધ નિયમો બદલ્યા છે. નોટબંધીની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સરકારે અનેક પ્રકારની જાહેરાતો કરી છે જેના કારણે લોકોની મૂંઝવણમાં વધારો થયો છે. આગળ વાંચો સરકારે અત્યાર સુધીમાં કેવા નિયમો બદલ્યા છે.
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે સોમવારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બેંકમાં જમા કરાવવાને લઈને નવી શરત રજૂ કરી છે. સરકારે કહ્યું કે, 30 ડિસેમ્બર 2016 સુધી 5000 રૂપિયાથી ધારેની રકમ એક જ ખાતમાં એક વખત જ જમા કરાવી શકાશે. તેનાથી ઓછી રકમ જમા કરાવવા પર આ શરત લાગું નહીં થાય. તેમાં પણ અત્યાર સુધી તેમણે શા માટે આ નોટ જમા ન કરાવી તેનું કારણ આપવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી તે સમયે ૩૦ ડિસેમ્બર સુધી નોટ જમા કરાવી શકાશે તેમ કહ્યું હતું. તે સમયે ક્યાં સુધી કેટલી કિંમતની નોટ જમા કરાવી શકાશે તેવું કહેવાયું ન હતું. અચાનક સરકારે ૧૭ ડિસેમ્બરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું અને જૂની નોટ જમા કરાવવા પર વધુ એક નિયંત્રણ મૂકી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -