શ્રીદેવીના મોત અંગે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો: જાણો કયા કારણોસર થયું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર(થંભ તસવીર) સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી.
શ્રીદેવીએ તેના કરિયરમાં લગભગ 300 ફિલ્મોમાં કરી હતી જે અલગ અલગ 5 ભાષાઓમાં હતી. એટલું જ નહીં 13 વર્ષની ઉંમરમાં સુપર સ્ટાર રજનીકાંતની માતાનું પણ પાત્ર ભજવી ચૂકી છે. 54 વર્ષિય શ્રીદેવીએ કમલ હસનની સાથે 27 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
દુબઈની એક હોટલમાં ચક્કર આવતા બાથટબમાં પડી જવાના કારણે બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું છે. તે 54 વર્ષની હતી અને દુબઇમાં પતિ અને દીકરી સાથે ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં પહોંચી હતી. સાઉથના અભિનેતા અને રાજનેતા કમલ હસને કહ્યું હતું કે, હું શ્રીદેવીના મોતના સમાચાર સાંભળીને બહુ જ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરંતુ આખું બોલિવૂડમાં શોક જોવા મળ્યો હતો. હું શ્રીદેવીની એક્ટિંગથી હેરાન થઈ ગયો હતો. તે એક અભિનેત્રીના રૂપમાં તેની સફળતા બહુ જ પ્રભાવશાળી હતી.
શ્રીદેવીનો ફોરેંન્સિક રિપોર્ટ પરિવારજનો અને દૂતાવાસને સોંપી દેવામાં આવ્યો છે. શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દુબઈના ખાલીઝ ટાઈમ્સના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ દરમિયાન તેના બ્લડ સેમ્પલમાંથી આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના ફેન્સનો ઘર પર જમાવડો થઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુબજ શ્રીદેવીને ચક્કર આવતા બાથટબમાં પડી ગઈ હતી, જેના કારણે તેનુ મોત થયું હતું. શ્રીદેવીનો મૃતદેહ આજે ભારત લવાશે નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દુબઈ પોલીસ બોની કપુરની પુછપરછ કરી રહ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના જણાવ્યા અનુસાર શ્રીદેવીનું મોત હોટલમાં આવેલ બાથટબમાં ડૂબના કારણે થયું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રીદેવીને ચક્કર આવ્યા હોવાને કારણે બાથટબમાં પડી ગઈ હતી. દુબઇમાં પોલીસ અને પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરો વચ્ચે બેઠક ચાલી રહી છે. બેઠક બાદ ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ શ્રીદેવીના મૃતદેહને ભારત લવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -