✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિશ્વની સૌથી મોંઘી ફાઈટ મેયવેદર જીત્યો, હારવા છતાં મેકગ્રોગોરને મળ્યા 516 કરોડ, મેયવેદરને મળી કેટલી રકમ ? જાણીને લાગી જશે આંચકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2017 01:00 PM (IST)
વિશ્વની સૌથી મોંઘી ફાઈટ મેયવેદર જીત્યો, હારવા છતાં મેકગ્રોગોરને મળ્યા 516 કરોડ, મેયવેદરને મળી કેટલી રકમ ? જાણીને લાગી જશે આંચકો
1

મેયવેદર કુલ 387 પ્રોફેશનલ બોક્સિંગ રાઉન્ડ રમ્યો છે જ્યારે મેકગ્રેગોરના નામે આવો કોઇ રેકોર્ડ નથી. બોક્સિંગમાં મેયવેદર હજુ સુધી હાર્યો નથી જ્યારે મેકગ્રેગોર કુલ 25 ફાઈટમાંથી 4 હાર્યો છે. મેકવેદર સામેની હાર તેની કુલ ચોથી હાર છે. તેણે 21માં જીત મેળવી છે. આ પૈકી 18 વખત કોનોર મેકગ્રેગોરે નોક આઉટ જીત મેળવી છે.

2

લાસ વેગાસમાં યોજાનારા આ મુકાબલાનું 220 દેશમાં લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે આ ફાઇટને આશરે 1 અબજ લોકોએ લાઇવ જોઈ હતી. યૂએસના 400થી વધુ થિયેટરોમાં આ ફાઇટનું લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું અને લોકોએ મોટી રકમની ટિકીટ ખર્ચીને આ પૈસાવસૂલ ફાઈટ જોઈ હતી.

3

ફ્લોયડ મેયવેદર અને કોનોર મેકગ્રેગોર વચ્ચેના મુકાબલામાં 4 હજાર કરોડ રૂપિયા દાંવ પર લાગેલા હતા. જેને કારણે આ હાઇ પ્રોફાઇલ મુકાબલાને બોક્સિંગના ઇતિહાસની સૌથી મોંઘી ફાઇટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મેયવેદર અને મેકગ્રેગોર વચ્ચેની ફાઇટમાં મેયવેદરનું પલ્લુ પહેલાંથી જ ભારે લાગી રહ્યું હતું.

4

આ ફાઈટ જીતવા બદલ મેયવેદરને 645 કરોડ રૂપિયા જ્યારે કોનોર મેકગ્રેગોરને 516 કરોડ રૂપિયા મળશે. પ્રોફેશનલ બોક્સર ફ્લોયડ મેયવેદરની આ પચાસમી ફાઈટ હતી ને મેયવેદરપોતાના જીવનમાં ક્યારેય ફાઇટ હાર્યો નથી. આ ફાઇટ જીતવા માટે પણ તે ફેવરિટ હતો અને વિજય મેળવીને તેણે પોતાનો રેકોર્ડ જાળવ્યો છે.

5

લાસ વેગાસઃ વિશ્વના સૌથી અમીર બોક્સર અને સ્પોર્ટ્સપર્સન ગણાતા ફ્લોયડ મેયવેદરે આજે અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશીપ (યુએફસી)ના બાદશાહ કોનોર મેકગ્રેગોરને હરાવી પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. મેયવેદરે મેકગ્રોગરને 10 રાઉન્ડમાં હરાવ્યો હતો. આ ફાઇટમાં 1161 કરોડ રૂપિયા દાવ પર લાગેલા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • વિશ્વની સૌથી મોંઘી ફાઈટ મેયવેદર જીત્યો, હારવા છતાં મેકગ્રોગોરને મળ્યા 516 કરોડ, મેયવેદરને મળી કેટલી રકમ ? જાણીને લાગી જશે આંચકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.