ઘાસચારા કૌભાંડ: લાલુ યાદવ દોષિત જાહેર, 3 જાન્યુઆરીએ સજા સંભળાવાશે
ચારા કૌભાંડની શરૂઆત વર્ષ 1990થી થઈ હતી. તે સમયે લાલુ બિહારના મુખ્યમંત્રી હતી. રાજ્યના પશુપાલન વિભાગમાં નક્લી બિલ આપીને ચારાના નામે રકમ લેવામાં આવી હતી. આ ગોટાળામાં અધિકારી, ઠેકેદાર અને નેતાઓ પણ સામેલ છે. ચારાના નામ પર વર્ષો સુધી ગોટાળો થતો રહ્યો અને સમયાંતરે દેશની રાજનીતિમાં આ પ્રકરણ ચર્ચાતું રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1996માં ચારા કૌભાંડનો ખુલાસો થયો હતો. આ કૌભાંડમાં કુલ 6 કેસ છે. એક કેસમાં 2013માં લાલુ યાદવને પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે. જેના કારણે તેઓ ચૂંટણી રાજનીતિમાંથી દૂર થઈ ગયા હતા. આ મામલે લાલુ યાદવ હાલ જામીન પર છે. લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ સાથે સંકળાયેલા તમામ મામલાની સુનાવણી એક સાથે કરવાની અપીલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે નકારીને દરેક કેસમાં અલગ અલગ ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો.
રાંચીઃ બિહાર અને સમગ્ર દેશના બહુચર્ચિત ચારા કૌભાંડ મામલે રાંચીની સ્પેશિયલ કોર્ટ આજે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા છે. 3 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે. 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ચારા કૌભાંડ સાથે સંકળાયેલી દેવધર ટ્રેઝરીમાંથી 89 લાખ 27 હજાર રૂપિયાના ગેરકાયદે ઉપાડના કેસમાં ચુકાદો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -