2019 માટે મોદીનો માસ્ટર સ્ટ્રોક? આઝાદ ભારતમાં પ્રથમવાર OBCનો ડેટા એકઠો કરાશે, જાણો વિગત
અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદ યાદવ જેવા નેતા લાંબા સમયથી અન્ય પછાત વર્ગ માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેમાં તેમને વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે. જેની માહિતી પણ ત્રણ જ વર્ષમાં સામે આવી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુથી લઈ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા. આ સાથે જ 2021માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની 55 વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવ્યો છે.
મોદી સરકારનો આ નિર્ણય 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ OBC મતદારોને મનાવવા માટે કારગર સાબિત થાય તેવી શક્યતા છે. એટલું જ નહીં મોદી સરકારે વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર કરવા માટેનો સમય પણ 5 વર્ષથી ઓછો કરીને ત્રણ વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે કે 2021ની વસ્તીગણતરીના આંકડા 2024માં સામે આવશે.
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે OBC (અન્ય પછાત વર્ગ) માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરીમાં OBCની માહિતી માટે અલગથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અન્ય પછાત વર્ગની વસ્તીના આંકડા જાહેર કરવાની માંગણી લાંબા સમયથી વિવિધ નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જેને જોતાં મોદી સરકારનો નિર્ણય તે દિશામાં મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -