અતિથિ દેવો ભવઃ પર ડાઘ- દિલ્હીમાં કેનેડિયન મહિલા સાથે રેપ, જયપુરમાં બે વિદેશી છોકરીઓની છેડતી
વળી, જયપુરમાં પણ આઇટીસી રાજપુતાના હોટલમાં મેક્સિકોની બે છોકરીઓની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જેનો આરોપ હોટલના જ મેનેજર ઋષિરાજ સિંહ પર લાગ્યો છે. કાલે રાત્રે 11.30 વાગ્યાની ઘટના છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી દીધી છે. કલમ 354 અંતર્ગત કેસ નોંધી લેવામાં આવ્યો છે. કાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે, એમ્સ પહોંચ્યા બાદ પીડિતાએ પોલીસને ઘટનાની માહિતી આપી અને બાદમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. આરોપી વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે.
તેને જણાવ્યું કે, અભિષેક મહિલાનો ઓળખીતો હતો, બન્નેની મુલાકાત હૌજ ખાસ સ્થિત એક પબમાં થઇ હતી. મહિલા એક દિવસ પહેલા પોતાના મિત્રોની સાથે ગઇ હતી. પોલીસ અનુસાર, મહિલા અભિષેકના નિમંત્રણ પર તેના ઘરે ગઇ જ્યાં આરોપીએ તેની સાથે બળાત્કર ગુજાર્યો હતો.
દિલ્હીમાં કેનેડાની એક મહિલાની સાથે એક વ્યક્તિએ કથિત રીતે રેપને અંજામ આપ્યો. આરોપી પીડિતાની મુલાકાત દક્ષિણ દિલ્હીના હૌજ ખાસ સ્થિત એક પબમાં થઇ હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ અભિષેક તરીકે થઇ છે અને તેની ધરપકડ કરી લેવાઇ છે.
નવી દિલ્હીઃ તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યું હતું કે મહિલાઓ માટે સૌથી અસરુક્ષિત દેશોના લિસ્ટમાં ભારત પહેલા નંબર પર છે. સર્વેમાં કરવામાં આવેલો દાવો ફરી એકવાર સાચો સાબિત થયો છે. દેશની રાજધાની દિલ્હી અને જયપુરમાં કાલે બે ઘટનાઓ એવી ઘટી કે જેમાં અતિથિ દેવો ભવઃની પરંપરા પર ડાઘ લાગી ગયો છે. દિલ્હીમાં કાલે કેનેડિયન મહિાલ સાથે રેપ થયો તો જયપુરમાં મેક્સિકોની બે છોકરીઓ સાથે છેડતી કરવામાં આવી.