રાજસ્થાન: ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાને પક્ષે એક જ કલાકમાં આપી ટિકિટ, ક્યાંથી લડશે ચૂંટણી?
અગાઉ સચિન પાયલોટે જણાવ્યું હતું કે, ટિકિટોને લઈને પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારો અનુસાર રાજ્યમાં યુવા, મહિલા, ખેડૂત અને સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વનો મોકો આ યાદીમાં આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરાંગીના સ્થાને ઝાડોલથી સુનિલ બજાત જ્યારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસને પહેલી યાદી બનાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી ઉમેદવારોના નામને લઈને બેઠકોનો સિલસિલો યથાવત રહ્યો હતો. આખરે મોડી સાંજે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી.
બુધવારે જ બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ હરીશ મીણાને કોંગ્રેસે એક જ કલાકમાં દેવલી ઉનિયારામાંથી ટિકિટ આપી છે. રાજ્યની 200 વિધાનસભા સીટો માટે બાકી 48 ઉમેદવારોના નામની જાહેરાત શુક્રવાર સુધીમાં કરવામાં આવી શકે છે. કોંગ્રેસે પહેલી યાદીમાં 2 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. ઝાડોલથી હીરાલાલ દરાંગી અને ટોડાભીમથી ધનશ્યામ મેહરનું આ વખતે પત્તું કપાયું છે.
જયપુર: મોડી સાંજે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2018 માટે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની મોડી સાંજ સુધી ચાલી રહેલી બેઠકમાં 152 ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવી હતી. સચિન પાયલોટ ટોંક વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડશે, જ્યારે સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડશે. આ ઉપરાંત સીપી જોશી નાથદ્વારાથી ચૂંટણી લડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -