પૂર્વ CBI ચીફ આલોક વર્માએ રાજીનામું આપ્યું, ફાયર બ્રિગેડના DGની સોંપાઇ હતી જવાબદારી
હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ ચીફ આલોક વર્માએ બુધવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને 23 ઓક્ટોબરે 2018 થી મોડી રાતે કેન્દ્ર સરકારના એક આદેશથી જબરજસ્તી રજા પર મોકલી દેવાયા હતા. જે કેન્દ્ર સરકારના આદેશને હાઇકોર્ટે મંગળવારે રદ કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDoPT ના સચિવ ચંદ્રમૌલીને લખેલા પત્રમાં આલોક વર્માએ કહ્યું, તેમને સીબીઆઈ પદ પરથી હટાવતા પહેલા તેમને સાંભળવાની તક નથી આપવામાં આવી. આલોક વર્માએ કહ્યું, આ તમામ પ્રક્રિયામાં ન્યાયના સિદ્ધાંતોની ઉપેક્ષા કરવામાં આવી છે. આલોક વર્માએ કહ્યું, સિલેક્શન કમિટીએ એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે CVCની પુરી રિપોર્ટ એ શખ્સના નિવેદન પર આધારિત છે જેની તપાસ ખુદ સીબીઆઈ કરી રહ્યું છે.
નવી દિલ્હી: CBIના ડાયરેક્ટર આલોક વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. આ પહેલા આલોક વર્માએ ડીજી ફાયર સર્વિસ અને હોમગાર્ડનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો હતો. ગુરૂવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્સશન કમિટીએ તેમને સીબીઆઈ ચીફના પદ પરથી હટાવ્યા હતદા અને તેમની બદલી ડીજી ફાયર સર્વિસ અને હોમગાર્ડમાં કરી દિધી હતી. ગુરૂવારે જ્યારે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી માટે સિલેક્શન કમિટીની બેઠક મળી તો તેમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સીકરી અને કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -