કર્ણાટક: પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મહિલા સાથે કર્યું ખરાબ વર્તન, માઈક સાથે દુપટ્ટો ખેંચ્યો
મહિલાએ સિદ્ધારમૈયાના આ વર્તનથી કોઈ પરેશાની નહી હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, મને કોઈ વાંધો નથી. તેઓ સૌથી સારા મુખ્યમંત્રી છે. આ મામલામાં મારી ભૂલ હતી. મારે તેમની સાથે આ પ્રકાર વાત ન કરવી જોઈએ. તેઓ ગુસ્સે થયે હતા કારણ કે મે જોરથી ટેબલ પર માર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ મુજબ મહિલા, સિદ્ધારમૈયા પાસે કોઈ ફરીયાદ લઈને પહોંચી હતી. પરંતુ જેવી મહિલાએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી, ત્યારે સિદ્ધારમૈયાને ગુસ્સો આવ્યો અને તેમણે મહિલ પાસેથી માઈક છીનવી લીધુ હતું. જ્યારે સિદ્ધારમૈયાએ મહિલા પાસેથી માઈક છિનવ્યું ત્યારે તેનો દુપટ્ટો પણ હાથમાં આવી ગયો હતો. આ ઘટના બાદ થોડીવારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બેંગલૂરૂ: કર્ણાટકમાં પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કૉંગ્રેસ ફરી એક વખત વિવાદમાં આવી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ એક મહિલા સાથે ખરાબ વર્તન કરી મહિલાને ધમકાવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ભાજપે રાહુલ ગાંધી પાસે સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -