પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન, લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાતા હતા
સોમનાથ ચેટર્જી 10 વાર લોકસભા સભ્ય રહ્યાં, માકપાની કેન્દ્રીય સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે 2004 થી 2009 ની વચ્ચે લોકસભાના અધ્યક્ષ રહ્યાં હતાં. તેમની પાર્ટીએ યુપીએ 1 વખતે સમર્થન પાછુ ખેંચ્યા બાદ લોકસભા અધ્યક્ષ પદેથી તેમને રાજીનામું આપવાની ના પાડી બાદમાં તેમને 2008 માં તેમને માકપામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, છેલ્લા 40 દિવસથી ચેટર્જીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત મળ્યા બાદ તેમને હૉસ્પીટલમાંથી છુટ્ટી પણ આપવામાં આવી હતી, પણ મંગળવારે તબિયત વધુ કથળતા તેમને ફરીથી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, હ્રદય રોગના હુમલો આવ્યા બાદ સોમનાથ ચેટર્જીને હૉસ્પીટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતી. ગયા મહિને ચેટર્જીને માથાના- મગજના ભાગે તકલીફ પડવાથી તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
હાલ તેઓ બંગાળમાં કોલકત્તામાં રહેતા હતા, તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે, તેમની પત્નીનું નામ રેનું ચેટર્જી છે અને પિતાનું નામ નિર્મલ ચંદ્ર ચેટર્જી છે.
એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ગુદા સંબંધિત સમસ્યાઓથી પીડાતા ચેટર્જીને મંગળવારે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસીસ પણ કરવામાં આવ્યું હતું, આવા કેસોમાં ઘણીવાર હ્રદય કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. આ બધા કારણોસર સોમનાથ ચેટર્જીનું આજે નિધન થયું છે.
નવી દિલ્હીઃ લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને હ્રદય રોગનો હુમલો આવવાના કારણે સ્થિતિ નાજુક થઇ ગઇ હતી, બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને આજે તેમનું નિધન થઇ ચૂક્યુ છે. 25 જુલાઇ 1929માં આસામના તેજપુરમાં બ્રિટીશ શાસન દરમિયાન જન્મેલા ચેટર્જીએ ભારતીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -