✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા સોમનાથ ચેટર્જી, મમતા બેનર્જી સામે મળી હતી હાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 10:54 AM (IST)
10 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા સોમનાથ ચેટર્જી, મમતા બેનર્જી સામે મળી હતી હાર
1

2

2008માં ભારત-અમેરિકા પરમાણુ કરાર બિલના વિરોધમાં સીપીએમએ તત્કાલિન મનમોહન સરકારનું સમર્થન પાછું ખેંચ્યું હતું તે દરમિયાન સોમનાથ ચેટર્જી લોકસભાના અધ્યક્ષ હતા. પાર્ટીએ તેમને સ્પીકર પદ છોડવા કહ્યું પરંતુ તેઓ માન્યા નહી અને તેમને પાર્ટીમાંથી હાંકી કઢાયા હતા.

3

સોમનાથ ચેટર્જીનો જન્મ 25 જૂલાઇ 1929માં અસમના તેજપુરમાં બંગાળી બ્રાહ્મણ નિર્મલચંદ્ર ચેટર્જી અને વીણાપાણી દેવીના ઘરમાં થયો હતો. તેમના પિતા એક વકીલ હતા અને રાષ્ટ્રવાદી હિન્દુ જાગૃતિના સમર્થક હતા. તેમના પિતા અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સંસ્થાપકોમાંના એક છે.

4

નવી દિલ્હીઃ લોકસભાના પૂર્વ સ્પીકર અને દિગ્ગજ સીપીએમ નેતા સોમનાથ ચેટર્જીનું સોમવારે સવારે નિધન થઇ ગયું છે. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા. ઘણા લાંબા સમયથી તો કોલકત્તાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સોમનાથ ચેટર્જી 89 વર્ષના હતા. તેઓ 2004થી 2009 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા.

5

યુપીએ-1ના શાસનકાળમાં તેમની પાર્ટીએ સીપીએમએ સરકારનું સમર્થન પાછું ખેંચી લીધું હતું ત્યારબાદ તેમને સ્પીકર પદ છોડવા કહ્યુ હતું પરંતુ તેમણે એમ કરવાનો ઇનકાર કરી દીધો જેને કારણે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ચેટર્જી સીપીઆઇ (એમ)ના કેન્દ્રિય સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેમને પ્રકાશ કરાતના વિરોધી તરીકે ઓળખવામાં આવે છે.

6

માકપાના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જી 10 વખત લોકસભાના સાંસદ રહ્યા હતા. તેઓ પશ્વિમ બંગાળના વર્ધમાન, જાધવપુર, અને બોલપુરથી લોકસભાના સાંસદ રહ્યા છે. કોગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ-1 સરકારમાં 2004થી 2009 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા. જોકે, 1984માં જાધવપુરમાં મમતા બેનર્જી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 1996માં સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર મળ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • 10 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા સોમનાથ ચેટર્જી, મમતા બેનર્જી સામે મળી હતી હાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.