MPમાં હાર્યા બાદ પહેલીવાર બોલ્યા શિવરાજ સિંહ, કહ્યું- હું ધારતો'તો રાજ્યમાં સરકાર બનાવી લેતો પણ....
ઉલ્લેખનીય છે કે, હાલમાં મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાં કોંગ્રેસને 114 બેઠકો જ્યારે બીજેપીને 109 બેઠકો મળી છે. કોંગ્રેસને બહુમતીથી 2 બેઠકો ઓછી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં શિવરાજ સિંહે કહ્યું કે, એવું ના વિચારતા કે હું સીએમ નથી રહ્યો, કોંગ્રેસને પણ પૂર્ણ બહુમતી નથી મળી, સરકાર લંગડી બની છે, હું પણ ધારતો તો સરકાર બનાવી શકતો હતો, પણ હું જ્યારે પણ બનાવીશ શાનદાર બનાવીશ અને પૂર્ણ બહુમતી સાથે બનાવીશ. વધુમાં તેમને કહ્યું કે કોંગ્રેસને સીટો ભલે વધારે મળી હોય પણ વૉટ શેર તો બીજેપીનો જ વધુ છે.
હાલમાં પૂર્વ સીએમ શિવરાજ હરદા જિલ્લાના સિરાલી ગામમાં હતા, ત્યાં લોકો સાથે વાત કરતાં તેમને કહ્યું કે, મેં 10 વર્ષ સુધી રાજ્યમાં રાજ કર્યુ અને હજુ પણ રાજ્યમાં વિકાસના કામો માટે મારી કોશિશો ચાલુ જ રહેશે.
ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ રાજ્યમાં મળેલી હાર બાદ હવે આખા રાજ્યનો પ્રવાસ કરી રહ્યાં છે. હાર બાદ પહેલીવાર શિવરાજ સિંહે મોટુ નિવેદન આપતા કહ્યું કે, હું ઇચ્છતો તો રાજ્યમાં સરકાર બનાવી શકતો હતો, પણ મે ના બનાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -